સ્ટેચ્યુ ઓફ યુનિટી એ રજાના દિવસે પણ એક હજાર ટિકિટો વેચાતા પ્રવાસીયો હેરાન

0
15

સરકાર રજાની જાહેરાત કરતી નથી ને પ્રવાસીઓ પરેશાન થાય છે

સોમવારે સ્ટેચ્યુ બંધની કોઈ સરકારે સાવાર જાહેરાત કરી નથી, જેથી પ્રવાસીઓ આવીને અટવાય છે. પ્રવસીઓ એ હોબાળો મચાવતા જવા દીધાં

રાજપીપળા : સોમવારે રજાના દિવસે ગુજરાત સહીત અન્ય રાજ્યોમાંથી આવેલા એક હજાર થી વધુ પ્રવાસી ઓ સિડ્યુલ પ્રમાણે નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા ત્યારે બંધ હોય તેમને ટિકિટ આપવામાં આવી નહિ, જેથી પ્રવાસીઓ એ હોબાળો મચાવ્યો હતો અને ટિકિટ આપવાની માંગણી કરી હતી, રવાસીઓ નો હોબાળો જોઈ તંત્ર દોડી આવ્યું અને પાછળથી ટિકિટ બારી શરૂ કરાઈ અને 1000 જેટલા પ્રવાસીઓ સોમવારે ગેલેરીમાં જઈ શક્યા હતા

સોમવારે સ્ટેચ્યુ બંધ ની કોઈ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, સ્ટેચ્યુ ની મોટી મોટી જાહેરાતો આવે છે પણ સોમવારે રજા હોય પ્રવાસીઓએ સ્ટેચ્યુ જોવા આવવું નહીં તેવી કોઈ જાહેરાત કોઈપણ ન્યૂઝ ચેનલો માં કે અખબારો માં મૂકી નથી જેથી પ્રવાસીઓ દૂર દૂર થી આવીને અટવાય છે. આજે સોમવારે એક મોટું ટોળું પ્રવાસીઓનું આવ્યું પરંતુ જોયું તો સ્ટેચ્યુ બંધ હતું જેથી પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો પ્રવાસીઓ એ હોબાળો મચાવતા જવાબદાર સ્થાનિક અધિકારીઓ આવી ગયા હતા. જોકે સોમવારે રજા હોવા છતાં ઓનલાઇન બુકીંગ કેમ કરવા માં આવે છે.એ સવાલ ઉઠ્યો હતો.

બૉક્ષ : આ બાબતે હૈદરાબાદ થી આવેલા પ્રવાસી કૌશલ જૈને જણાવ્યું હતું કે સરકારે કોઈ જાહેરાત રજાની નથી કરી સોમવારે છુટ્ટી રાખી હતી એવી જાણ કરે એ જરૂરી છે,અમે આટલા દૂરથી આવ્યા છે તો વિશ્વની આટલી મોટી અજાયબી જોયા વગર જઈએ જે સારું નથી એટલે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને કોઈ પણ પ્રવાસીઓ જોયા વિના રહી ના જાય જેનું ધ્યાન રાખવું જોઈએ એમ જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY