ઓસ્ટ્રેલિયન ટીમની દુવિધા : ‘રોહિતને કેવી રીતે અંકુશમાં રાખવો..?!!’

0
5

બ્રિસ્બેન,તા.૧૯
વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ત્રણ સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મુકિયો છે એ સાથે જ યજમાન ક્રિકેટરો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. બંને ટીમ વચ્ચેના ક્રિકેટજંગનો આરંભ ત્રણ ટ્‌વેન્ટી-૨૦ મેચોથી થશે. કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા તથા એમના અન્ય સાથીઓ હાલ જારદાર ફોર્મમાં છે.
રોહિત શર્મા, ટ્‌વેન્ટી-૨૦ અને વન-ડે ક્રિકેટનો નિષ્ણાત છે અને અનેક વિક્રમોનો ધારક છે, એને કેવી રીતે અંકુશમાં રાખવો એ વિશે ઓસ્ટ્રેલિયન ટીમ વ્યૂહરચના વિચારી રહી છે. આ માટે ઓસ્ટ્રેલિયન ટીમને ઘણા સૂચનો મળી રહ્યા છે.
રોહિત શર્મા ડેન્જરસ ઓપનર છે એવું ઓસ્ટ્રેલિયનો માને છે. આ બેટ્‌સમેન ઓસ્ટ્રેલિયા સામે ઘણો સારો બેટિંગ રેકોર્ડ ધરાવે છે. એ અત્યાર સુધીમાં ૬૨.૩૧ની સરેરાશ સાથે ૮૧૦ રન કરી ચુકવ્યો છે.
બંને ટીમ વચ્ચે પહેલી ટ્‌વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ ૨૧ નવેમ્બરે બ્રિસ્બેનના ગબ્બા સ્ટેડિયમમાં રમાવાની છે.
કુલ્ટર-નાઈલે ગબ્બામાં એક મુલાકાતમાં જણાવ્યું કે રોહિત શર્મા અસાધારણ બેટ્‌સમેન છે. એના રેકોર્ડ જ બધું બોલે છે. એ દુનિયાભરમાં બધી જ ટીમો સામે સારો બેટિંગ રેકોર્ડ ધરાવે છે. એટલે અમારી ટીમે એનાથી સંભાળવું પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY