જુનારાજને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે મીની બસ અને બોટીંગ સુવિધા પુરી પાડવા ટીમ નર્મદાને કલેકટરની તાકીદ

0
39

જિલ્લા કલેકટરશ્રી નિનામાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટે થયેલી ચર્ચા-વિચારણા

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામા એ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિમાં લોકપ્રતિનિધિઓ ધ્વારા રજૂ થતાં પ્રજાકીય પ્રશ્નોના વાજબી ઝડપી રીતે અને યોગ્ય સમયમર્યાદામાં ઉકેલ ધ્વારા લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ કરાવવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ- ટીમ નર્મદાને તાકીદ કરી છે. આવા પ્રશ્નોના નિકાલ અંગેની જાણ પણ સંબંધિત જનપ્રતિનિધિને સમયસર થાય તે જોવાની પણ તેમણે ખાસ સૂચના આપી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ર્ડો. જીન્સી વિલીયમ, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં સંસદસભ્ય અને ધારાસભ્ય તરફથી જંગલની જમીનના અધિકાર, કરજણ અને નર્મદા કેનાલની અને જળસંપતિ વિભાગ હેઠળની જે તે દુરસ્તીની કામગીરી, રાત્રિના સમયે ખાણ-ખનીજ-રેતી વગેરે વહન કરતાં ઓવર લોડીંગ વાહનોની ચકાસણી કરી તેની સામે પગલાં ભરવા, ગ્રામ્ય વિસ્તારમાં જરૂરીયાતવાળા લોકોને નરેગા હેઠળ સતત રોજગારી મળી રહે તે અંગે કરાયેલી રજૂઆત સંદર્ભે જિલ્લા કલેકટર નિનામાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને આ દિશામાં સત્વરે અસરકારક અમલીકરણ થકી આ કામગીરી પરિણામલક્ષી બની રહે તેવા સધન પ્રયાસો કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જુનારાજને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે મીની બસ અને બોટીંગ સુવિધા પુરી પાડવા, કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે L & T ધ્વારા સ્થાનિક કર્મચારીઓને રોજગારીમાં અગ્રતા આપવા, સ્થાનિક લોકોને પાર્કિગ મેનેજમેન્ટની કામગીરી, સખી મંડળ ધ્વારા પીવાના પાણી, રાજપીપળાની પોલીટેકનિક કોલેજના મકાન બાંધકામ, રાજપીપળામાં કાલા ધોડા ખાતે રંગ અવધુત મંદિર નજીક સ્પીડ બ્રેકર મૂકવા વગેરે જેવી બાબતો અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને સંબંધિત અધિકારીઓને ઉકત બાબતે જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY