સ્ટ્રોમ ડ્રેનેજના ઈનલેટ ચેમ્બરોનો કચરો સાફ કરી પાણીનો નિકાલ કરાયો
સુરત, તા.૧૦
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયત વિસ્તારમાં તા.૬-૬-૨૦૧૯ના રોજ ચાર અલગ અલગ લોકેશન જેવા કે આંજણા ગરનાળુ, રૂપનગર ગરનાળુ ઉધના યાર્ડ, ડૉ. અબ્દુલ કલામ સ્કૂલ પાસે ગોડાદરા તથા ઓમનગરનો મેઈન રોડ ડીંડોલી ખાતે મોકડ્રીલ કરવામાં આવેલ હતી. જેમાં ગત તા.૬-૬-૨૦૧૯ના રોજ સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયત ખાતે સાંજે ૩.૪૫ કલાકેથી કન્ટ્રોલ રૂમમાંથી ઉપરોક્ત નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયા અંગેની જાણ થતા અત્રેથી સંબંધિત કર્મચારી તથા બેલદારો સહિતના સ્ટાફ સાથે ૪.૧૦ કલાકે ફરિયાદના સ્થળે પહોîચી ગયા હતા. ત્યાંથી તેઓ પાણી ભરાયેલ સ્થળ ઉપર તાત્કાલિક હાઈ કેપીસીટી વાળા ડિવોટરીંગ પંપ તેમજ વોટર બ્રાઉઝર સાથે ડીવોટરિંગ પંપ દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના આઉટલેટમાં પાણીના નિકાલ કરવાની કામગીરી કરાવવામાં આવેલ તથા સ્ટ્રોમ ડ્રેનેજના ઇનલેટ ચેમ્બરો પરનો કચરો દૂર કરવાની સાફ સફાઈ કરી વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ. જેના પરિણામે આજુબાજુના વિસ્તારમાં પાણીનો ભરાવો દૂર થયેલ તેની સાથે એન્જી. વિભાગના ૪ ડેપ્યુટી ઈજનેર ૦૪ આસી./જુની.ઈજનેર, ૩ સુપરવાઈઝર, ૩ ટેક્નીકલ આસિસ્ટન્ટ અને ૩૨ બેલદારોની ટીમ બનાવી જરૂરી સાધન સામગ્રી સાથે ઉક્ત વિસ્તારમાં કીચડ ખસેડવાની કામગીરી કરવામાં આવેલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાં થયેલ પાણીના ભરાવાને ગલ્પર મશીન, સુઅર જેટીંગ મશીન દ્વારા નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ આ વિસ્તારમાં નાના ખાડા ખાબોચીયામાં મચ્છરની ઉત્પત્તિ ન થાય તે હેતુ માટે આરોગ્ય વીબીડીસી વિભાગ દ્વારા મ.આ.નિ./ સુપરવાઈઝરી સ્ટાફ ૨૩, પ્રા. હે. વર્કર ૪૪ તેમજ બેલદાર ૩૦ની ટીમ સાથે પાણીના ભરાવામાં જંતુનાશક દવાનો છંટકાવ, વરસાદી જાળીયા સફાઈ કરવાની તેમજ ઈન્ટ્રા ડોમેસ્ટીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



