ડેડીયાપાડા ખાતે એક યુવાન ના મોબાઈલ ના વોલપેપર પર બહેન નો ફોટો દેખાતા ભાઈએ ફટકાર્યો 

0
38

રાજપીપળા : ડેડીયાપાડા ની નવીનગરી માં રહેતા ફરિયાદી અજય સોલંકી તેના મિત્ર નિસાર ખાટકી સાથે ડેડીયાપાડા પીઠા ગોડાઉન ખાતે ઉભા હતા તે સમયે આરોપીઓ પૈકી વિપુલ શાંતિલાલ વસાવા , વિપુલ ના પિતા શાંતિલાલ વસાવા અને દારાસીંગ સેકજીભાઈ વસાવા અજય શંકરભાઇ સોલંકી પાસે જઈ આરોપી વિપુલે ફરી. નો મોબાઈલ જોવા માંગેલ જેથી ફરી.એ ફોન આપતા ફોનમાં વોલપેપર ઉપર વિપુલની બહેન તથા બીજા આરોપી શાંતિલાલ ની દીકરી જ્યોતિ નો ફોટો જોતા આ કામના આરોપીઓ એકદમ ઉછેરાઈ જઈ જ્યોતિના ફોટો તુ કેમ તારા મોબાઈલમાં રાખે છે? તેમ કહી ગમે તેમ ગાળો આપી તેની પાસેનો ડંડો ફરીના કપાળના તથા નાકના ભાગે મારી ઈજા પહોંચાડી તથા આરોપી નં.3 દારાસીંગે ઢીકાપટુનો માર મારી ગુનો કર્યો જેથી અજય સોલંકી એ આ ત્રણ વિરુદ્ધ ડેડીયાપાડા પો.સ્ટે. માં ફરિયાદ આપતા ડેડીયાપાડા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897j5050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY