સુરેન્દ્રનગર સબ જેલ નો કથિત વિડિઓ સાચો હોય તો શુ ગુજરાત ની જેલો માં આમજ ચાલતું હશે?

0
19

સુરેન્દ્રનગરની સબ જેલમાંથી એક કેદીએ વીડિયો લાઈવ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. આ કેદીએ જેલના પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી હતી. કેદીએ લાઈવ વીડિયો કરીને જેલમાં પોલીસ દ્વારા કેદીઓને પૂરી પાડવામા આવી રહેલી બધી જ સુવિધાઓનો ખુલાસો કરી નાંખ્યો હતો.

આ કેદીએ પોતાનું નામ તો જણાવ્યું નહતુ. જોકે કેદીએ કેટલાક ચોકાવનારાઓ ખુલાસાઓ કર્યા હતા. કેદીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા કેદીઓને જેલમાં તમ્બાકુ, સિગરેટ, દારૂ વગેરે જેવા નશીલા પ્રદાર્થો કેવી રીતે લાવી આપે છે અને તે દરેક વસ્તુઓના ત્રણ ગણા પૈસા વસૂલવામા આવે છે.
તે ઉપરાંત કેદીએ જણાવ્યું કે, જેલમાં સાદો મોબાઈલ લાવવા હોય તો 10,000 રૂપિયા અને એન્ડ્રોઈડ મોબાઈલનો મોબાઈલ લાવવો હોય તો 15000 રૂપિયા જેલ ના અધિકારીઓને આપવા પડતા હોય છે. કેદીએ મોબાઈલ દ્વારા લાઈવ વીડિયો કરતાં સુરેન્દ્રનગર સબ જેલના પોલીસ બેડામાં ભાગદોડ મચી ગયા નું જાણવા મળે છે ત્યારે પ્રજા વિચારે છે કે મોટા ગજાના આરોપીઓ ને મળતી સુવિધાઓ ની વાતો સાચી પણ હોઈ શકે જે બાબતે સરકાર અને ગુજરાત ના ડીજીપી જાગ્રત બને તોજ આવનાર ચૂંટણી માં કોંગ્રેસ આ મુદ્દે હોબાળો ન કરી શકે બાકી પગલાં લેનાર જાણે!

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY