નાંદોદ તાલુકા ના નવારાજુવાડીયા માં બે બાળકોની માતા એ પ્રેમી ના ચક્કર માં આપઘાત કરતા ચકચાર 

0
324

પરણિત પુરુષ સાથે ના પ્રેમ સંબંધ માં પરણિતાએ સમાજમાં બદનામી થતા આપઘાત કર્યો

વડોદરા જિલ્લા ના બીથલી ગામ માં રહેતી બે બાળકો ની માતા ને ગામનાજ બે બાળકોના પિતા સાથે પ્રેમ થતા એક દિવસ પ્રેમી સાથે ગયા બાદ પ્રેમી પરત મૂકી જતા સમાજમાં બદનામી થતા ઝેરી ગોળીયો ખાઈ જતા મોત

રાજપીપળા : વડોદરા જિલ્લા ના બીથલી ગામમાં રહેતા ફરીયાદી ઠાકોરભાઇ રમેશભાઇ પટેલ ની છોકરી નિપાબેન સાથે બીથલી ના નિતેષ મહેશભાઇ પટેલનો પ્રેમ સબંધ હોય જેથી ગઇ તા.૨૬/૧૧/૧૮ ના રોજ ફરીયાદીની છોકરી નિપાબેનને છેતરીને નિતેશ પિતા ના ઘરેથી નિપાબેન ને ભગાડી તેને રાખવા માટે લઇ ગયેલો અને પરત ગઇ તા.૨૭/૧૧/૧૮ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે ફરીયાદીના ઘરે મુકી જતા સમાજમાં બદનામી થતા મરનાર નિપાબેનને સમાજમા બદનામ કરી મરવા માટે મજબુર કરી, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કરતા નિપાબેને નાંદોદ તાલુકા ના નવારાજુવાડીયા ગામમાં રહેતા એમના ફોઈ ને ત્યાં આવી ઝેરી ગોળીઓ ખાય જતા તેમનું મોત થયું હતું જેથી મૃતક નિપાબેન ના પિતા ઠાકોરભાઈ એ આમલેથા પોલીસ સ્ટેશને માં નિતેશ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તપાસ આમલેથા પી એસ આઈ એ એમ પરમાર કરે છે .

બોક્સ : આમલેથા પોલીસ ના જણાવ્યા મુજબ મરનાર નિપાબેન પરણિત હતા અને બે સંતાનો ની માતા હતા જયારે તેનો પ્રેમી નિતેશ પણ પરણિત અને બે સંતાનો નો પિતા હોવા છતાં લગ્ન બહાર ના આડા સંબંધ રાખતા આ ઘટના બની હતી જેનો કરુણ અંજામ આવ્યો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY