સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક માસ પૂર્ણ થતાં મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત લીધી,સી.એમ આજે વાસ્તવમાં કોમન મેન જણાયા હતા.

0
18

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કેવડીયામાં બીજો સૌથી મોટો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફ્રાન્સ થઈ રહ્યો છે:વિજય રૂપાણી

કેવડીયામાં 20,21,22 દેશભરના ડિજી કોન્ફ્રાન્સમાં પીએમ મોદી,રાજનાથ સિંગ હાજર રહેશે:વિજય રૂપાણી

રાજપીપળા:31મી ઓક્ટોબરે પીએમ મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે અવારનવાર મહાનુભવો આવી રહ્યા છે.આવનાર 20,21,22 ડિસેમ્બરે કેવડિયા ટેન્ટ સીટી ખાતે ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફ્રાન્સ યોજાવાની છે.એ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા ગુજરાત સીએમ વિજય રૂપાણીએ કેવડીયાની મુલાકાત લીધી હતી.ડિજી કોન્ફ્રાન્સમાં હાજર અધિકારીઓ માટે કેવડિયા ખાતેની વિવિધ હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવાની હોવાથી તેઓએ હોટેલોની પણ મુલાકાત લીધી હતી.બાદ શ્રેષ્ઠ ભારત ભવન,સ્ટેચ્યુ ઓફ યુનિટી અને છેલ્લે જ્યાં ડિજી કોન્ફ્રાન્સ થવાની છે એ ટેન્ટ સિટીની મુલાકાત પણ લીધી હતી.મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની મુલાકાત દરમિયાન સીધા પ્રવાસીઓ સાથે સંવાદ કરી સમસ્યાઓ જાણી હતી જેથી સી.એમ આજે વાસ્તવમાં કોમન મેન જણાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેન્ટ સીટીની મુલાકાત પેહલા કેવડિયા સર્કીટ હાઉસ ખાતે બંધ બારણે અધિકારીઓ સાથે એક બેઠકને સંબોધી હતી.એ બેઠક બાદ તેઓએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ  યુનિટીના લોકાર્પણને એક મહિનો પૂર્ણ થયો છે જેને લઈને પ્રવાસીઓને મહિના દરમ્યાન થયેલ તકલીફની જાત માહિતી મેળવી જરૂરી સૂચનો સ્થાનિક અધિકારીઓને આ બેઠકમાં કર્યા છે.1 મહિનામાં 2 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા એ ખરેખર આનંદની વાત કહેવાય,રોજ 15000 પ્રવાસીઓની ક્ષમતા છે તેની સામે 20 હજાર જેટલા પ્રવાસીઓ આવે તો સ્વાભાવિક છે અવ્યવસ્થા ઉભી થાય.આ સમીક્ષા બેઠકમાં પ્રવાસીઓને પડેલી અગવડો બાબતે ચર્ચા કરી એનું સમાધાન કરવા પણ સૂચનો કર્યા છે.કાંઈક વધુ વ્યવસ્થા ઉભી થાય તે માટે નિર્ણયો કર્યા છે.આમ તો વ્યવસ્થા ઉભી કરતા 3 કે 4 વર્ષ થાય અને પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે નિર્ણયો લેવાઈ રહ્યા છે.રૂપાણીએ વધુમાં જણાવેલ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ બીજો સૌથી મોટો કાર્યક્રમ આગામી 20,21,22ના રોજ ડીજી કોન્ફરન્સ થવાની જેમાં પીએમ મોદી,રાજનાથ સિંગ હાજર રહેશે.યુનિટી ખાતે રાષ્ટ્રિય કક્ષાની પ્રથમ શિબિર હોવાથી વ્યવસ્થા જોવા અને સમીક્ષા કરવા માટે આવ્યો છું.જસદણની ચૂંટણી મુદ્દે જણાવ્યું હતું કે અડધી ચૂંટણી અમે લડી લીધી છે.કુંવરજીભાઇ સહિતના કાર્યકરો સંપર્ક કરી રહ્યા છે.કોંગ્રેસે બળવાની બીકે તમામ દાવેદારોને ફોર્મ ભરાવ્યાં છે.કોંગ્રેસમાં 3 કે 4 દિવસ પછી બળવો થવાનો છે.કોંગ્રેસ એક સળગં ઘર બી ગયુંે.ભારતીય જનતા પાર્ટી જસદણ બેઠક ભારે બહુમતીથી જીતશે એવો દાવો પણ તેઓએ કર્યો હતો.

■બોક્સ:મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની મુલાકાતના અંશો*

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ સાથે વાર્તાલાપ.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ ખાતે નિર્માણ પામી રહેલ શ્રેષ્ઠ ભારત ભવનની મુલાકાત.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ ખાતે સ્થાનિક ગાઇડ ભાઇ-બહેનો સાથે વાર્તાલાપ.

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સ્વાગત ભવનની મુલાકાત.

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે રેવા ભવનની મુલાકાત.

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.પ્રવાસીઓ સાથે ઉષ્માસભર વાર્તાલાપ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY