રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા માં જમીન બાબતે માથાકૂટ થતા ચાર વિરુદ્ધ ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે
સાગબારા પોલીસ માં જમીન મામલે થયેલી ફરિયાદ માં ફરીયાદી વંદનભાઇ પ્રેમવંતાભાઇ પાડવીની સાગબારા ના ઘનશેરા ગામે વાડાની જમીનની આવેલ હોય બાજુમાં ખાતરીયાભાઈ પોહલીયાભાઈ વસાવાની વાડાની જમીન આવેલ છે. જેથી ચોપડવાવ ગામના તેમના કુટુમ્બીઓ પૈકી (૧) શીવરામભાઇ સીંગાભાઇ વસાવા (ર) કાલુસીંગ જાતરીયાભાઇ વસાવા (૩) સીંગાભાઇ જાતરીયાભાઇ વસાવા (૪) મગનભાઇ જાતીયાભાઇ વસાવા ચારેવ રહે. ચોપડવાવ તા. સાગબારા એ ફરીયાદીના વાડાની જમીન ઉપર ખોટી રીતે હક્ક દાવો કરતા ફરીયાદીએ ઝઘડો ન થાય તે માટે સમાઘાન માટે વાત કરેલી જેથી ફરીયાદી આ કામના સાહેદ તેની માં વનતીબેન તથા તેના ભાઈ વીપીન સાથે આરોપી કાલુભાઈ ના ઘરે જતા હતા.તે વખતે ચોપડવાવ ગામે આરોપીઓના ફળીયામાં જતા ફરીયાદીને આરોપી શીવરામ શીંગાભાઈ વસાવા નાઓએ લાકડીનો એક એક સપાટો મારી ઈજાઓ કરી આ વખતે આરોપી કાલુભાઈ જાતરીયાભાઈ વસાવા દોડી જઈ સાહેદ વીપીનને ઢીકા પાટુનો માર માર્યો ત્યારબાદ આરોપી નંબર-૩,૪ નાઓ આવી દોડી ઢીકા પાટુનો માર મારી આરોપી નંબર-૩ નાએ સાહેદ વીપીનને લાકડીના સપાટા મારી ઈજા કરી તેમજ આરોપી નંબર-૨,૩,૪ નાઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારતા આ તે સમયે વનતીબેન વચ્ચે છોડાવવા પડતા આરોપી નંબર-૪ એ તેના જમણા હાથે લાકડીનો એક સપાટો મારી ઈજાઓ કરી ગમે તેમ ગાળો આપી ઘનશેરા વાળી જમીન તમારા બાપની નથી એ જમીન તો અમારી છે.અને જમીનમાં જે થાંભલો રોપેલા છે તે હટાવી લેજો નહી તો મારી નાખીશુ તેવી જાનથી મારી નાખવાની ઘમકીઓ આપી હોય આ બાબતે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



