સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ બુધવાર બે વખત ખોટકાતા પ્રવાસીઓ અકળાયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના CEO આઈ.કે.પટેલ ત્યાં દોડી આવ્યા

સ્ટેયુ ઓફ યુનિટીની લિફ્ટ વારંવાર ખોટકાવા મુદ્દે મુંબઇ મુખ્ય કોન્ટ્રાક્ટરને જાણ કરી તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું:આઈ.કે.પટેલ
રાજપીપળા: 31મી ઓક્ટોબરે પી.એમ મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓએ ઘણી હલાકીઓ વેઠવાનો વારો આવ્યો હતો.
રવિવારે 2જી ડિસેમ્બરે સતત 4 કલાક લિફ્ટ બંધ રહેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓએ રીતસરો હોબાળો મચાી ટિકિટના પૈસા રીફડ લેવા જીદ પકડી હતી.દરમિયાન પ્રવાસીઓનો મિજાજ પારખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરના કર્મચારીઓ ભાગી ગયા હતા.એ અગાઉ પણ એક વાર લિફ્ટ ખોટકાઈ હતી.દરમિયાન ત્યાં હાજર પોલીસ જવાનોએ આ મામલો પોતાના હાથમાં લઈ પ્રવાસીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.એ બાદ મંગળવારે પણ ફરી લિફ્ટ ખોટકતા પ્રવાસીઓમાં ભારે નારાજગી છવાઈ હતી.અગાઉ બિહારના ડેપ્યુટી સીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા ત્યારે ઓવરલોડને કારણે થોડો સમય માટે બંધ થઈ ગઈ હતી.
બુધવારે ફરી પાછી લિફ્ટ ખોટકાતા પ્રવાસીઓ ઉભા કતારમાં ઉભા રહી પરેશાન થઈ ગયા હતા.આ મામલે પ્રવાસીઓ કાઈ હોબાળો કરે એ પેહલા જ ત્યાં હાજર સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ.કે.પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં લિફ્ટ પાસે દોડી આવતા પ્રવાસીઓએ એમને ફરિયાદ કરી હતી.જોકે આઈ.કે.પટેલે પ્રવાસીઓને આશ્વાસન આપતા પ્રવાસીયો શાંત પડ્યા હતા .
આ મુદ્દે CEO આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે લિફ્ટ ખોટકાવાની અમને ફરિયાદ મળી છે.જેણે લિફ્ટ બનાવી છે એ મુંબઇ સ્થિત મુખ્ય કોન્ટ્રાક્ટરને આ મામલે અમે જાણ કરી છે અને વહેલી તકે અહીંયા આવી નિરાકરણ લાવવા એમને સૂચના આપી છે.માટે બહુ જલ્દી આ તકલીફ દૂર થશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





