રાજપીપળામાં ઐતિહાસિક વારસાના જતન માટે ઇન્ટેકટ ચેપ્ટર દ્વારા એક જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 

0
43

રાજપીપળાના મહારાણી એ સૂરોના તાર છેડી સાંસ્કુતિક કાર્યક્રમને રોશન કર્યું 

મુંબઈના સંગીતકાર શિવરામ, રાજપીપળાના લલિત રામકૃષ્ણ અને સંગીત શનિવારીના કલાકારો એ રમઝટ બોલાવી

રાજપીપળા : રાજપીપળાના રાજવી પરિવાર દ્વારા 110 વર્ષ જુના ઐતિહાસિક દરબાર હોલ ખાતે ઇન્ટેક ચેપ્ટર દ્વારા એક સાંસ્કુતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઇન્ટેક ચેપ્ટરના કન્વીનર એવા મહારાણી રુક્મણિ દેવી તથા કો. કન્વીનર વિજયસિંહ, ગજેન્દ્રસિંહ,ભાઇલાલ પરમાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાજા રઘૂવિરસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ,સ્મિતાબા અલ્કેશસિંહ ગોહિલ, આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા, મુંબઈના સંગીતકાર શિવરામ, રાજપીપળાના લલિત,રામકૃષ્ણ અને સંગીત શનિવારીના ભરતસિંહ માંગરોલા તથા તેમની ટીમના કલાકારો એ રમઝટ બોલાવી હતી.

આ બાબતે મહારાણી રુક્મણિ દેવી એ જણાવ્યું હતું કે ઇન્ટેકટ ચેપ્ટર દ્વારાઐતિહાસિક ઇમારતોની જાળવણી સાથે સાંસ્કુતિક જાળવણી માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને જેના માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે સંગીત પણ આપણો એક વારસો છે અને તેનું જતન થવું જોઈએ એવા હેતુ થી જ્યાં 100 વર્ષ પહેલા સાંસ્કુતિક કાર્યક્રમો રાજાઓ દ્વારા યોજાતા એ દરબારી રાજવી હોલ ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મને પણ સંગીતનો ઘણો શોખ છે માટે મેં પણ મલ્હાર રાગના તાર જોડ્યા, મારી સાથે શિવરામ આઠે 8 વર્ષના બાળકે પણ સુંદર સારેગામાં ગાયું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY