હવે નાણાકીય સલાહ આપશે રોબોટ : બેંકોને હાઇટેક કરવા આરબીઆઈની તૈયારી

0
41

ન્યુ દિલ્હી,તા.૧૩
આગામી ટૂંક સમયમાં જ્યારે તમે બેંકોમાં જશો ત્યારે તમને બેંક કર્મચારી નહિં પરંતુ એક રોબોટ નાણાકીય સલાહ આપશે અને તમારી બેકિંગ વ્યવહારથી સંબંધિત દુવિધાને ઉકેલશે. ઉપરાંત બ્લોક ચેઇન્સનો ઉપયોગ બૅન્કિંગ સ્તર પર થશે.જેથી બેંક તમારા દરેક વ્યવહારની માહિતી રાખી શકશે.આ બધી તૈયારીઓ ભારતીય રિઝર્વ બેંક કરી રહી છે.
આરબીઆઈએ ફિનટેક અને ડિજિટલ બેકિંગ માટે એક રિપોર્ટ તૈયાર કરી છે. આરબીઆઈની આધિકારી વેબસાઇટ પર ઉપલબ્ધ આ રિપોર્ટમાં બેકિંગને હાઇટેક બનાવવા પર ફોક્સ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય બેંક ફાઇનાન્સિયલ ટેક્નોલોજીના માધ્યમથી બેકિંગ વ્યવસ્થાને માત્ર સુરક્ષિત જ નથી પરંતુ સરળ પણ બનાવવા માંગે છે.ઉપરાંત, ઇ-એગ્રીગેટરના માધ્યમથી એક જ જગ્યાએ તમને દરેક બેંકો દ્વારા મળનારી માહિતી પણ આપવાની યોજના છે.
હકીકતમાં સરકારી બેંકોને ટેક્નોલોજીના મુદ્દે એડવાંસ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે ઇન્ટર-રેગ્યુલેટરી ગ્રૂપની સ્થાપના કરી છે.આ ગ્રૂપે ડિજિટલ બેકિંગ અને ફિનટેક સાથે સંકળાયેલ દરેક પક્ષનો અધ્યયન કર્યો છે.આ કમિટીએ જ આ રિપોર્ટ તૈયાર કરી છે.
આબીઆઈની આ રિપોર્ટમાં બેકિંગ સિસ્ટમમાં ફિનટેકનો ઉપયોગ કરવા પર ધ્યાન દોરવામાં આવ્યું છે.આમાં મુખ્ય રીતે ત્રણ વસ્તુઓ સામેલ કરવામાં આવી છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ(એઆઈ), બ્લોક ચેન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના માધ્યમથી ગ્રાહકોને રોબોટના મદદથી વધુ સારી સેવાઓ પૂરી પાડવાની યોજના છે.જેથી બેંકોની મોટી બ્રાંચોમાં કામ યોગ્ય સમય થઈ શકે. બીજી તરફ બ્લોકચેનથી બેંકો માટે કામ સરળ કરવા અને ત્રીજી વસ્તુના માધ્યમથી બેંકોને સરળ બનાવવા પર ફોક્સ આપવામાં આવ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY