નર્મદા માં હેલ્થ વર્કર ની બોગસ ડિગ્રી ની ફરિયાદ બાદ આરોગ્ય અધિકારી ની લાલ આંખ,જિલ્લા ના 14 કર્મચારીઓ ને નોટિસ 

0
82

રાજ્ય બહારની ડીગ્રી ધરાવતા નર્મદા જિલ્લાના 14 જેટલા MPHW કર્મચારી ઓની સર્ટી ખરાઈથી ખળભળાટ 

જિલ્લા આરોગ્ય આધિકારી એ રાજ્ય બહારની યુનિર્વસિટી ના પ્રમાણપત્રો ની ખરાઈ કરી : 14 જેટલા કર્મચારીઓ માં ગભરાટ

રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર્સ MPHW કર્મચારીઓ માં કેટલાક ની બોગસ ડિગ્રીઓ ોવાની ફરિયાદ થતા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય આધિકરીને તપાસ ના આદેશ આપ્યા હતા જેના પગલે આરોગ્ય શાખામાં કર્મચારીઓ ની ડિગ્રીઓ ના પ્રમાણપત્રોનું ચેકીંગ કરતા 14 જેટલા MPHW હિમાચલપ્રદેશ, તામિલાડુ, અને રાજાન યુિર્વસિટીઓ ની ડિગ્રી મેળવી સર્ટિફિકેટ મેળવ્યા અને જેના આધારે વર્ષો થી નોકરી કરતા આવ્યા છે, ત્યારે આજે આ પ્રશ્ન ઉભો થતા આરોગ્ય વિભાગની ભરતીમાં પણ ગોટાળો હોય એમ લાગી રહ્યું છે .

હાલ જિલ્લા આરોગ્ય આધિકારી એ આવા 14 જેટલા કર્મચારીઓ નું નામ અને તેમણે મેળવેલ પ્રમાણપત્રો જે તે યુનિર્વસિટી સાથે એક લિસ્ટ બનાવી જેમને પોતાના રિજનલ પ્રમાણપત્રો ખરાઈ કરાવવા અંગેની નોટિસ આપી છે અને આ સમયે તેઓ જે આરોગ્ય કેન્દ્રો માં ફરજ બજાવે છે તેના મેડિકલ ઓફિસરો ને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે હાલ આ તમામ કર્મચારીઓના પ્રમાણ પત્રોની ખરાઈ ની કામગીરી ચાલે છે અને જેતે યુનિર્વસિટી નો પણ સંપર્ક કરી તેમને પણ આ પ્રમાણપત્ર તમારી યુનિર્વસીર્ટી દ્વારા આપવામાં આવ્યું છે કે કેમ એ બાબતે તપાસ ના ચક્રો ગતિમાન કરાયા છે ત્યારે સત્ય શું છે એ હકીકત ટૂંક સમય માં બહાર આવે એમ લાગી રહ્યું છે.

બોક્ષ: ત્રણ રાજ્યો ની યુનિવર્સીટીના કર્મચારીઓ ને છુટા કરવા ના આદેશ છે : આરોગ્ય અધિકારી 

આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.કે.પી. પટેલે જણાવ્યું હતું કે 14 કર્મચારીઓ ની તપાસ ચાલુ હતી પણ હાઇકોર્ટ અને રાજ્ય સરકાર ના આદેશ પ્રમાણે રાજસ્થાન ની 03 ,હિમાચલ પ્રદેશ ની 01 ,અને તામિલનાડુ ની 01 આમ કુલ પાંચ યુનિવર્સીટી ના પ્રમાણપત્રો ધરાવતા કર્મચારીઓ ને છુટા કરવા નો આદેશ મળતા નર્મદા જિલ્લા ના 14 આવા કર્મચારીઓ ને નોટિસ આપી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY