મુંબઈ-ચેન્નાઈ,તા.૮
મોટા બજેટમાં બનેલી રજનીકાંતની ફિલ્મ ૨.૦ બોક્સ ઓફિસ પર પોતાનો જલવો પાથરી રહી છે. ફિલ્મે પહેલાં જ કેટલાંય કીર્તિમાન રચી દીધા છે. ફિલ્મ વિકેન્ડમાં પણ સારી એવી કમાણી કરી રહ્યું છે. સાથો સાથ એક મોટી ફિલ્મ કેદારનાથની રીલીઝની પણ ૨.૦ પર કોઇ ખાસ ફરક પડ્યો નથી.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ મુજબ કેદારનાથની રીલીઝની ફિલ્મ પર કોઇ ખાસ અસર પડી નથી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહ્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝને શુક્રવારના રોજ ૫.૮૫ કરોડની કમાણી કરી. તેનાથી ફિલ્મનું કુલ કલેકશન ૧૪૫.૬૦ કરોડ રૂપિયા થઇ ચૂકયું છે. તરણે એ વાતનું પણ અનુમાન લગાવ્યું છે કે ફિલ્મ શનિવારના રોજ ૧૫૦ કરોડના આંકડાને ટચ કરી જશે.
સાથો સાથ અક્ષય કુમાર માટે પણ આ ફિલ્મ ખુશીઓની સોગાત લઇ આવી. તેનાથી અક્ષય કુમાર, બોલિવુડના એકલા એવા એકટર બની ગયા છે. જેની ફિલ્મે બોક્સ ઓફિસ પર ઓવરઓલ કલેકશનની દ્રષ્ટિથી પહેલાં જ દિવસે ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




