જાહેરમાં સૂકો કે ભીનો કચરો નાખશો તો જાતે સફાઈ કરાવાશે : 1500 રૂપિયા દંડ કરાશે
ગ્રામપંચાયત દ્વારા ટેમ્પો ઘરે ઘરે કચરો ઉઘરાવે છે, કચરાપેટી નું વિતરણ કર્યું છે છતાં જાહેર માં કચરો ફેંકાય છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ને અડીને આવેલ વડિયા ગામ એ ડીઝીટલ ગામ અને મોડેલ ગામ તરીકે જાહેર થયું છે અને સ્વચ્છતા માટે પણ ગ્રામ પંચાયત ઘણી ગંભીર છે ત્યારે વડિયા ગામે આવેલ સોસાયટીઓ ના રહીશો દ્વારા ખુલ્લેઆમ જાહેર માં ગંદો કચો નાખવામાં આવે છે જેનાથી ગંદકી થાય છે ત્યારે હવે વડિયા ગ્રામપંચાયત કડક બની છે અને સરપંચ મહેશ રજવાડી અને તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોષી દ્વારા આ તમામ સોસાયટી ની બહાર ફેંકાતા કચરા અંગે નોટિસો આપી જણાવાયું છે કે જો હવે જાહેરમાં કચરો નાખવામાં આવશે તો નાખનાર વ્યક્તિઓ પાસે સફાઈ કરાવવા માં આવશે, અને તેની પાસે થી 1500 રૂપિયા દંડ ની પણ જોગવાઈ કરતા સોસાયટીઓમાં ફફળાટ ફેલાયો છે.
આ બાબતે સરપંચ મહેશ વસાવા એ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે ટેમ્પો ફેરવવામાં આવે છે અને સોસાયટીઓ માં મોટી કચરા પેટી અમુક અંતરે મુકવામાં આવી છે અને તમામ ઘરો માં નાની કચરા પેટી આપવામાં આવી છે છતાં લોકો ઘરના કચરાને બહાર જાહેરમાં નાખી રહ્યા છે, અને ગંદકી કરી રહ્યા છે.જેથી કડક વલણ કરવું પડ્યું છે ભારત સ્વચ્છતા મિશન હેઠળ પોતાનું આંગણું, ઘર, ગામ અને સોસાયટી જાતે સ્વચ્છ રાખવી જોઈએ જે તમામ ની ફરજ છે, પરંતુ શિક્ષિત વર્ગ જ આવી ભૂલો કરે છે જેથી અમારે હવે કડક બનવું પડશે, અને જો દંડ નહિ ભરે તો તેનું પાણી નું કનેશન પણ કાપી શકાય અથવા ફોજદારી ગુનો નોંધવા જેવા પગલાં ભરવામાં આવશે જેથી તમામ સોસાયટીઓ માં લેખિત નોટિસો આપવામાં આવી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




