આરટીઅો કચેરીમાં ઉઘાડી લૂંટ રોકવા રિક્ષા ટેક્સી મેક્ષીના લાયસન્સ માટે ધો.૮ પાસ હોવુ જરૂરી નથી તેવું બોર્ડ લગાવો

0
13

ગુજરાત રાજ્ય રિક્ષા ફેડરેશનની માંગણી
સુરત, તા.૧૧
ગુજરાત રાજ્ય અોટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ જસુભાઈ બારોટ, ઉપપ્રમુખ દયાશંકર દુબે, શફી મેમણ, મંત્રી સતીષ પટેલ, સહમંત્રી નજીર પટેલ, કારોબારી સભ્ય બ્રીજ મોહન પટેલ, સૈયદ સત્તાર તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોના સંયુક્તમાં તા.૧૦-૧૨-૨૦૧૮ના રોજ એક આવેદન પત્ર આરટીઅોને સુપ્રત કરવામાં આવેલ જેમાં શરૂથી આજદિન સુધી એલ.એમ.વી. અોટો રિક્ષા લોડીંગ અોટોરિક્ષા ટેક્ષી મેક્ષી તેમજ ૭૫૦૦ કિલો વજન સુધીના વાહનો ચલાવવા માટેનું લાયસન્સ મેળવવા માટે ધો.૮ સુધીના સર્ટી રજૂ કરવાનો કોઈ જ નિયમ હતો નહીં અને છે નહીં અને તે વાહન વ્યવહાર ખાતુ સારી રીતે જાણે છે. વર્ષ ૨૦૦૭માં કેન્દ્ર સરકારે પેસેન્જરવાલા વાહન ચલાવવા માટે બેજ મેળવતી વખતે ધો.૮નું સર્ટી રજૂ કરવાનો આદેશ કરેલ અને કોઈપણ મોટર વ્હીકલ એક્ટમાં લાયસન્સ મેળવવા માટે ધો.૮નું સર્ટી રજૂ કરવા જણાવેલ નથી. પરંતુ આરટીઅોની ગેરસમજથી તેમજ જે તે કર્મચારીઅો અને વચેટીયા દલાલો તેમજ અન્ય આરટીઅોમાં કામો કઢાવનારાઅોïએ ખોટો પ્રચાર કરી હાઉ ઉભો કરી લાયસન્સ માટેનો ધો.૮ પાસનો નિયમ ઠોકી બેસાડી વાહન ચાલકો પાસેથી ૧૩ વર્ષ સુધી મોટી રકમો પડાવતા આવેલ છે બેજ માટે માત્ર ધો.૮ નું સર્ટીનો નિયમ બનાવેલ જે બાબતે ગુજરાત રાજ્ય અોટો રિક્ષા ફેડરેશને સ્થાનિક તેમજ રાજ્ય લેવલે તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધીની લડત લડી ચૂક્યા છે અને રાજ્ય લેવલે લડત ચાલુ છે અને હાલમાં નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપતા જણાવ્યું છે કે અોટો રિક્ષા લોડીંગ રિક્ષા ટેક્ષી, મેક્ષી તેમજ ૭૫૦૦ કિલો વજન સુધીના વાહનોના લાયસન્સ માટે ધો.૮ તથા ૧૦ના સર્ટી રજૂ કરવાની જરૂર નથી અને બેજ ધડમૂળથી રદ્દ કરેલ છે. આ અંગે આરટીઅો કચેરીમાં એક બોર્ડ લગાવીને જાહેર કરશો કે એલ.એમ.વી. યાને અોટો રિક્ષા લોડીંગ રિક્ષા ટેક્ષી મેક્ષીના લાયસન્સો મેળવવા માટે ધો.૮ પાસના સર્ટી વગર લાયસન્સો આપવામાં આવશે તેવું બોડ૪ દેખાય તેમ લગાવવા રજૂઆત કરવામાં આવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY