નર્મદા જિલ્લાના અધિકારીઓ સ્ટેચ્યુ ના કાર્યક્રમો માં વ્યસ્ત હોવાથી પ્રજા પરેશાન  

0
401

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ બાદ રાજપીપળા માં ધક્કે ચઢતા અરજદારો 

એક બાદ એક મંત્રીઓ ની વિઝિટ માં વ્યસ્ત અધિકારીઓ ના કારણે  અરજદારો સાહેબો ની સહી ન થતા ધક્કે ચઢી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણી માં ધક્કે ચઢતા મતદારો એનો જવાબ આપશે 

રાજપીપળા : નર્મદા જિલ્લા વહીવટી તંત્ર માં રોજ હજારો અરજદારો કોઈ ને કોઈ કામ માટે આવતા હોય છે પરંતુ પેહલા જે ામો એક િવસ માં થતા હતા એ હાલ સ્ટેચ્યુ ના કારણે વાર લાગે છે ત્યારે અરજદારો ને જરૂરી દાખલ કે અન્ય દસ્તાવેજો માં જરૂરી કાગળો પર અમુક ખાતા ના અધિકારીઓ ની સહી ની જરૂર હોય પરંતુ હાલ જિલ્લા વહીવટી તંત્ર ના લઘભગ બધાજ અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માં વ્યસ્ત હોય ગ્રામ્ય વિસ્તાર માંથી ભાડું ખર્ચી આવતા અરજદારો ધક્કે ચઢી રહ્યા છે

એક તરફ પોલીસ વિભાગ સતત સ્ટેચ્યુ પર આવતા અલગ અલગ રાજ્ય માં મંત્રીઓ પાછળ વ્યસ્ત હોય ત્યારે બીજી તરફ નગરપાલિકા હોય કે મામલતદાર કચેરી હોય આ કચેરી ના તમામ અધિકારીઓ સ્ટેચ્યુ માં વ્યસ્ત હોવાથી જિલ્લા ની ગરીબ પ્રજા અટવાઈ છે હાલ સ્ટેચ્યુ પર ત્રણ દિવસ ડીજી કોન્ફરન્સ હોવાના કારણે છેલ્લા લઘભગ એક અઠવાડિયા થી રાજપીપળાના મોટાભાગની કચેરીના અધિકારીઓ ત્યાં વ્યસ્ત છે જેના કારણે જે તે કચેરી પર જતા લોકો અધિકારીની સહી ન થતા અટવાઈ રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ની કામગીરી માટે ખાસ અધિકારીઓ ની અલગ થી નિમણુંક કરી વારંવાર સ્થાનિક કચેરીઓ ના અધિકારીઓ ને હેરાન ન કરી લોકો ના કામો સહેલાઇ થી પતે એ માટે સરકારે કોઈ નક્કર પગલાં લેવા પડશે નહિ તો આવનારી ચૂંટણી માં પ્રજા એનો જવાબ જરૂર આપશે એવી વાત હાલ સંભળાઈ રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY