સાગબારામાં પીકઅપ ગાડી પલટી ખાતા પાણીના બોરના સામાન નીચે દબાયેલા વ્યક્તિનું મોત

0
251

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના ધવલીવેર ગામ પાસેથી પાણીના બોરનો સામાન લઈ જતા સૂર્યકાન્ત ડીગમ્બરભાઇ વસાવા એ પોતાની સામાન ભરેલી ગાડી પલટી ખવડાવતા એકનું મોત થયું હતું

સાગબારાના પીરમંડાળા ખાતે રહેતા સૂર્યકાન્ત વસાવા પોતાના કબજામાની બોલેરો પીકઅપ ગાડી નંબર MH.18. M.6242 લઇ ફરી રાજેશ ધીરસિંગ વસાવા,રહે,પીરમંડાળા તથા અન્યો સાથે પીરમંડાળા ગામેથી જાવલી ગામે બોર રીપેરીંગ કરવા માટે જતા હતા અને માટી કાઢવાનો સામાન ભુલી જતા એ લેવા જવા માટે પરત જતા ગાડીના ચાલાક સૂર્યકાંતે ધવલીવેર ગામ નજીક નાળા ઉપરથી પરત પીરમંડાળા જવા માટે ગાડી વાળવા જતા બેદરકારીથી હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દઇ ગાડીને નાળાની બાજુમા આવેલ ખાડામા પલટી ખવડાવી દેતા અંદર બેઠેલા જયસિંગ જીપાભાઈ વસાવા (45)ઉપર ગાડીમા ભરેલ બોર રીપેરીંગન લોખંડની પાઇપો તથા લોખંડનો સામાન પડતા નીચે દબાઇ જતા તેના મોઢા તથા છાતીના ભાગે ગભીર ઇજા પહોચાડી તથા જમણા પગે ફેકચર કરી ઇજા પોહ્ચ્તા મોત થયું હતું ત્યારે આ બાબતે રાજેશ વસાવા એ ગાડી ના ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY