આદિવાસી યુવાનોને ઓફ યુનિટી પરની ખાનગી સંસ્થાએ નોકરી પરથી કાઢી મુક્યા!!!
કેવડિયા બંધ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નોકરી પર ન ગયેલ કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને એક ઉચ્ચ અધિકારીના ઈશારે નોકરી પરથી કાઢી મુકાયા હોવાની ચર્ચાઓ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓનો સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ:કેવડિયા બંધ દરમિયાન જો નોકરી પર જાય તો સમાજ નારાજ થાય અને જો નોકરી પર ન જાય તો રોજગારી ગુમાવવાનો વારો આવે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં કેવડિયા બંધ આંદોલને 100 થી 150 યુવાનોની રાજગરીનો ભોગ લીધો,હવે આદિવાસી સમાજના આગેવાનો આ મામલે યોગ્ય નિરાકરણ લાવે એવી માંગ.
રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લીધે આદિવાસીઓનો વિનાશ થયો હોવાનું કારણ આગળ ધરી સ્થાનિક આદિવાસી નેતાઓએ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ દરમિયાન કેવડિયા અને ગરૂડેશ્વર તાલુકા બંધનું એલાન જાહેર કર્યું હતું.જેને પગલે ત્રણ દિવસ કેવડિયા સજ્જડ બંધ પણ રહ્યું હતું.આ બંધ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા આદિવાસી યુવાનો સમાજના પ્રશ્નને વાચા આપવા ખાતર નોકરી પર ગયા ન હતા.
હવે બંધનું એલાન સમાપ્ત થતા આ યુવાનો 23મી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોતાની ફરજ પર ગયા હતા.ત્યારે એમને એમ કહીને બહાર કાઢી મુકાયા કે તમે ત્રણ દિવસ નોકરી પર ન્હોતા આવ્યા એટલે તમારે હવે આવવાની જરૂર નથી.બાદ આ યુવાનો પોતાની ફરિયાદ ત્યાંના અધિકારીઓને કરી હતી કે સાહેબ જો અમે બંધ દરમિયાન નોકરી પર જઈએ તો સમાજ નારાજ થાય અને જો નોકરી પર ન જઈએ તો રોજગારી છીનવાઈ,હવે તમે જ કહો સમાજ કે રોજગારી બે માંથી કોની પસંદગી કરીએ.આમ કેવડિયા અને ગરૂડેશ્વર બંધ દરમિયાન સ્થાનિક આદિવાસીઓનો સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થવા પામ્યો હતો.તો બીજી બાજુ કેવડિયા બંધ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નોકરી પર ન ગયેલ કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને એક ઉચ્ચ અધિકારીના ઈશારે નોકરી પરથી કાઢી મુકાયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.બીજી બાજુ સમાજના પ્રશ્નોને વાચા આપવાને લીધે અમે અમારી રોજગારી ગુમાવી છે ત્યારે હવે સમાજના આગેવાનો રોજગારી પાછી અપાવવા મધ્યસ્થી કરે એવી આ યુવાનોની માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



