બહારના લોકો તાજ મહેલમાં નમાજ અદા નહીં કરી શકે: સુપ્રીમ કોર્ટ

0
10

ન્યુ દિલ્હી,તા.૯
દુનિયાના સાત અજાયબીમાં સામેલ તાજમહેલ પર હવે નમાઝ પઢવામાં નહી આવે. સુપ્રીમ કોર્ટે આજે દિશાનિર્દેશ આપતા જણાવ્યુ કે, તાજમહેલ દુનિયાની સાત અજાયબીમાં સામેલ હોવાના કારણે ત્યા નમાઝ પઢવી ન જાઈએ. તાજમહેલન છોડીને અન્ય જગ્યા પર નમાઝ પઢી શકે છે. સ્થાનિક નમાઝીઓએ એક અરજી કરી હતી.
જેમા સ્થાનિક લોકો સાથે બહારના લોકોને પણ નમાઝ પઢવાની મંજૂરી માગવામાં આવી હતી. હાલમાં દર શુક્રવારે તાજમહેલમાં આવેલા મસ્જિદમાં નમાઝ પઢવામાં આવે છે. ગત્ત વર્ષે અનેક વાર તાજમહેલમાં નમાઝ પઢવા પર રોક લગાવવા માગ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયસંવકની ઈતિહાસ વિંગ અખિલ ભારતીય સંકલન સમિતિએ પણ નમાઝ પર રોક લગાવવા માગ કરી હતી.
તમને જણાવી દઈએ કે, સ્થાનિક નમાજીઓએ એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માંગણી કરી હતી કે, સ્થાનિક લોકોની સાથે બહારી લોકોને પણ નમાજ પઢવાની ઈજાજત આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજમહેલમાં હાલની મસ્જિદમાં દર શુક્રવારે ઝુમ્માની નમાજ પઢવામાં આવે છે, તેને લઈને અમુક લોકોએ વિરોધ કર્યો છે. શુક્રવારે આ કારણે તાજમહેલ બંધ પણ રાખવામાં આવે છે.
ગત વર્ષે પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કા તો નમાઝ બંધ કરવામાં આવે અથવા તો શિવચાલીસા વાંચવાની પરમિશન આપવામાં આવે. રાષ્ટય સ્વયંસેવક સંઘના ઈતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સિમિતિ (ABISS)એ માંગ કરી હતી કે તાજમહેલમાં શુક્રવારે થનાર નમાજ પર રોક લગાવવામાં આવે.
ઘણી વખત બીજેપી નેતા આ પ્રકારના નિવેદન આપી ચૂક્યા છે, જેમાં તેમને તાજમહેલને શિવમંદિર બતાવ્યું છે. અમુક લોકએ તેને તેજામહાલય પણ ગણાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY