અમદાવાદથી સીધા જ હજારોની સંખ્યામાં ભાજપની મહિલાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી જતા અવયસ્થા સર્જાઈ હોવાનો પ્રવસીઓનો આક્ષેપ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભાજપની મહિલાઓ તરફથી મોદી જીંદાબાદ અને પ્રવાસીઓ તરફથી મોદી હાય હાયના નારા લાગ્યા.
રાજપીપળા :કેવડિયા ખાતે 23મી ડિસેમ્બરે અમદાવાદ ભાજપ મહિલા સંમેલનમાંથી 4 થી 5 હજાર ભાજપની મહિલા કાર્યકરો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી હતી.સાથે સાથે એ જ દિવસે પ્રવાસીઓનો પણ વધારે ધસારો હતો દરમિયાન વ્યુઇંગ ગેલેરી પર જવા મુદ્દે પ્રવાસીઓ અને ભાજપની મહિલા કાર્યકરો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભાજપની મહિલાઓ તરફથી મોદી જીંદાબાદ અને પ્રવાસીઓ તરફથી મોદી હાય હાયના નારા પણ લાગ્યા હતા.તો કેડર બેઝ પાર્ટીના નામથી પોતાના વખાણ કરતી ભાજપની મહિલાઓ આ સમયે શિસ્તતાના પાઠ ભૂલી હોવાનું પણ પ્રવસીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
પીએમ મોદી 22મી ડિસેમ્બરે કેવડિયા ડીજી કોન્ફરન્સનું સમાપન કરાવી અમદાવાદ ખાતે રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના સંમેલનના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.હવે આ સંમેલન પતાવી ભાજપની 4 થી 5 હજાર મહિલા કાર્યકરો સીધી જ 23મી ડિસેમ્બરે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી પહોંચી હતી,હવે આ દિવસે પ્રવાસીઓનો પણ એટલો જ ધસારો હતો.દરમિયાન વ્યુઇંગ ગેલેરી પર જવા માટે એક બાજુ ભાજપની મહિલા કાર્યકરો અને એક બાજુ પ્રવાસીઓની લાંબી લાંબી કતારો જામી હતી.એક સમય એવો આવ્યો હતો કે વ્યુઇંગ ગેલેરી પર જવા મુદ્દે ભાજપની મહિલા કાર્યકરો અને પ્રવાસીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થતા હોબાળો મચ્યો હતો.અને જોત જોતામાં ભાજપની મહિલા કાર્યકરો તરફથી મોદી જીંદાબાદના નારા લાગ્યા હતા જ્યારે બીજી તરફ પ્રવાસીઓ તરફથી મોદી હાય હાયના નારા લાગતા સ્થિતિ વધુ બગડતી જોઈ ત્યાં હાજર પોલીસ જવાનોએ પરિસ્થિતિ સાંભળી લેતા મામલો થાળે પડ્યો હતો.તો બીજી તરફ આ જ સમયે તામિલનાડુના રાજ્યપાલ થિરું બનવારી પુરોહિત પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી પહોંચ્યા હતા પણ આવો હોબાળો થયો હોવાનું જાણતા તેઓ પેહલા વેલી ઓફ ફલાવર નિહાળવા પહોંચી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




