ગરૂડેશ્વરની જનતા માટે 20 કિમીના વિસ્તારમાં ન્યાયનું ઝરણું વેહવાનું ચાલુ થયું:જે.પી.ગઢવી(જિલ્લા પ્રિન્સિપાલ સિવિલ જજ,નર્મદા)
ગરૂડેશ્વમાં ફૂલ ટાઈમ કોર્ટનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો,ગરૂડેશ્વરની જનતાએ ન્યાય માટે રાજપીપળા સુધીનો ધક્કો નહિ ખાવો પડે.
રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતેની જૂની મામલતદાર કેચેરીને રીનોવેટ કરી નવી ફૂલ ટાઈમ કોર્ટ કાર્યરત કરાઈ છે.રવિવારે પ્રિન્સિપાલ સિવિલ જજ અને ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ફૂલ ટાઈમ કોર્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ જજ જે.પી.ગઢવી,ગરૂડેશ્વર કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ જે.જે.દવે,નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ એડ.વંદના ભટ્ટ, એડ.જે .જે .ગોહિલ,નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા સહિત જિલ્લાના વકીલો તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સિવિલ જજ જે.પી.ગઢવીએ જણાવ્યું હતું કે આજથી ગરૂડેશ્વરની જનતા માટે 20કિમીના વિસ્તારમાં ન્યાયનું ઝરણું વેહવાનું ચાલુ થયું છે.છેલ્લા ત્રણ વર્ષમાં ન્યાય ક્ષેત્રે નર્મદા જિલ્લાને ઘણી સગવડો મળી છે.જ્યારે ગરૂડેશ્વરના પ્રિન્સિપાલ સિવિલ જજ જે.જે.દવેએ જણાવ્યું હતું કે હાઇકોર્ટની એક વિચારસરણી છે કે ઘરે ઘરે અને ઘર આંગણે ન્યાય મળે,એ હેતુથી ગરૂડેશ્વરમાં કોર્ટનું નિર્માણ કરાયુ છે.પક્ષકારોને ખૂબ ઓછી તકલીફ પડે અને ઘર આંગણે ન્યાય મળી રહે એ માટે હું કટિબદ્ધ છું.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગરૂડેશ્વરની જનતાને હવે ન્યાય મેળવવા માટે રાજપીપળા સુધી ધક્કો ખાવો નહિ પડે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




