દ્વારા ખેડૂતોને પાક વીમો ન ચુકવાતા જગતનો તાત માતાના શરણે

0
9

જેતપુર,તા.૬
જેતપુર તાલુકાના ૫થી વધારે ગામોના ૧૨૫ જેટલા ખેડૂતોને ૨ કરોડ રૂપિયા જેવો વર્ષ ૨૦૧૫-૧૬નો મંજૂર થયેલ પાક વીમાની રકમ જેતપુર એસબીઆઈ બેન્ક દ્વારા હજુ ચૂકવવામાં આવી નથી. આ બાબતે અનેક આંદોલનો અને રજૂઆતો કરી છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ આ બાબતે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર દ્વારા એસબીઆઈ બેન્કને તાળા બંધી પણ કરવામાં આવી ચુકી છે. પરંતુ હજુ આ સમસ્યાનું કઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ડૂબતો માણસ જેમ ભગવાનના શરણે જાય તેમ ખેડૂતોએ હવે માતાજીનું શરણ પકડ્યું છે.
રાજકોટ ખેડૂત સમાજ દ્વારા નહિ મળેલા પાક વીમા બાબતે દેરડી ગામથી શરુ કરીને કાગવડના ખોડલધામ સુધી માતાજી ખોડિયારના મંદિર સુધી પગપાળા ગયા હતા. અને મંદિરે જઈ માં ખોડલને પ્રાર્થના કરી હતી કે આ નબળા વર્ષમાં તેવોનો પાક વીમો સરકાર તાત્કાલિક ચૂકવે તેમજ માં સરકારને સદબુદ્ધિ આપે કે તેવો ન્યાય કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY