લોસએન્જલસ,તા. ૧૭
કોઇ સમય પોતાના સંબંધ અને પ્રેમના કારણે વિશ્વભરમાં આદર્શ બની ગયેલા એન્જેલીના જાલી અને બ્રાડ પીટ હવે અલગ થઇ ગયા છે. બંને જુદા જુદા રસ્તા પર હવે આગળ વધી રહ્યા છે. જા કે તેમના બાળકોને લઇને કેટલાક વિવાદો અકબંધ રહ્યા છે. હવે એન્જેલિના જાલીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે બ્રાડ પીટ બાળકો માટે પુરતી રકમ આપી રહ્યો નથી. તે બાળકોના જતન અને દેખરેખ માટે પુરતા પૈસા ચુકવી રહ્યો નથી. જેથી તકલીફ થઇ રહી છે. આજ કારણસર જાલીએ હવે કોર્ટ મારફતે જંગી રકમની માંગ કરી છે. તેમના સંબંધમાં હવે મતભેદો વધુને વધુ વધી રહ્યા છે. મંગળવારના દિવસે એન્જેલીનાના વકીલે કોર્ટ મારફતે કહ્યુ છે કે બ્રાડ પીટે છેલ્લા દોઢ વર્ષથી બાળકો માટે કોઇ ખાસ રકમ આપી નથી. તે આના માટે કોર્ટનો આદેશ ઇચ્છે છે. પીટ અને જાલીના છ બાળકો છે. જેમાં ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીનો સમાવેશ થાય છે. પ્રોફેશનની વાત કરવામાં આવે તો બંને હાલમાં પોતપોતાની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત ચે. એન્જેલીના દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ બ્રાડે પણ પોતાના વકીલ સાથે વાત કરી હોવાના હેવાલ મળ્યા છે. આ વર્ષે જુન મહિનામાં બાળકોની કસ્ટડીને લઇને બંનેમાં તકરાર ખુબ વધી ગઇ હતી. બાળકોને સમજાવવા માટેની વાત પણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં જાલીએ તલાક માટેની અરજી કોર્ટમાં કરી હતી. ત્યારબાદથી બાળકોની કસ્ટડીને લઇને તેમની વચ્ચે ખેંચતાણ જારી છે. જાલી અને બ્રાડ પીટ દ્વારા સમજુતી પર કોઇ કામ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. જાલીએ વધારે રકમ માંગીને બ્રાડની તકલીફ વધારી દીધી છે. તે બાળકોની કસ્ટડીના વિવાદને લઇને વહેલી તકે ઉકેલ લાવવા માટે ઇચ્છુક છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




