નર્મદા જિલ્લામાં પ્રોહીબિશનની બદી નેસતાનાબુદ કરવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ કડક સૂચના આપી છે.જેને પગલે નર્મદા SOGએ ચેકીંગ દરમિયાન રાજપીપળા નજીકના વિશાલ ખાડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 4.45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

નર્મદા SOG પીએઆઈ એચ.જી.ભરવાડ તથા તેમનો સ્ટાફ બાતમીને આધારે ગુરુવારે રાજપીપળા નજીકના વિશાલ ખાડી પાસે ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન GJ 22 A 1548 માંથી 95,600 રૂપિયાની કિંમતનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ સાથે હિતેશ અરવિંદ માછીને (રાજપીપળા)ઝડપી પાડ્યો હતો.પૂછપરછ દરમિયાન આ ગુનામાં દિલીપ ઝવેર વસાવા,નિલેશ કિશોર વસાવા,પ્રેમલ હેમુ શાહ પણ સામેલ હોવાનું તથા આ વિદેશી દારૂ ગૌતમ બાબુ મારવાડી (બેડા કંપની,નેત્રંગ)પાસેથી લાવ્યા હોવાનું હિતેશે કબુલ્યું હતું.બાદ પોલીસે વિદેશી દારૂ તથા 3.50 લાખની ટાવેરા કાર મળી કુલ 4,45,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




