ફક્ત એક્સપ્રેસ અને મેટ્રોલિક બસો ચાલુ રહેતા ગામડાના મુસાફરો ટલ્લે ચઢ્યા
શનિવારે 35 બસો અને રવિવારે 20 બસો ફાળવતા અસંખ્ય મુસાફરો બસો વગર અટવાયા તેના કારણે ડેપો સુમસામ
રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાં રૂટ પુરતીજ બસો છે અને તેમાં પણ મોટાભાગની બો સ્ક્રેપ હાલતમાં મુકાય એવા કિલોમીટર ુરા કરેલી છે છતાં સરકારી કાર્યક્રમો કે બ્રેકડાઉનના કારણે આ ડેપોમાં પહેલેથીજ બસો ઘટે છે ઉપરથી શનિવારે આ ડેપોની 35 બસો એલઆરડી પરીક્ષા માટે ફળવાઈ હતી ત્યારબાદ રવિવારે 20 બસો આ પરીક્ષા માટે અપાતા ડેપોના 57 રૂટો પર ફરતી બસો માંથીજ આ બસો અપાતા મોટાભાગના રૂટો બંધ રાખવા પડ્યા હતા .જેમાં ફક્ત એક્સપ્રેસ અને રાજપીપળાથી વડોદરા ફરતી મેટ્રોલિન્ક બસો દોડતી હતી .
બે દિવસ પેહલા પણ રાજપીપળા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં પણ આજ રીતે બસો આપતા આવીજ સ્તિથી જોવા મળી હતી જેમાં મુસાફરો અટવાયા હતા માટે વારંવાર આમ થતું હોય તો એસટી વિભાગે કે સરકારે કોઈ અલગ આયોજન આવા કાર્યક્રમો માટે કરવું જોઈએ,આખા ગુજરાત રાજ્યમાં બસોની વર્ષોથી આવીજ હાલત છે છતાં સરકાર કેમ મુસાફરોને પડતી આ તકલીફનું યોગ્ય નિરાકરણ લાવવા કોઈ પગલાં લેતી નથી…?! શું ચૂંટણી સમયે આપેલા વચનો ફક્ત મતદારોને પટાવવાજ આપે છે…? કેમ રાજપીપળા ડેપોને વધુ અને નવી બસો આપવામાં આવતી નથી…? એવા સવાલો હાલ કંટાળેલી પ્રજા પૂછી રહી છે પરંતુ આવનારી ચૂંટણીમાં આવીજ પરીસ્તીથી હશે તો તેની ચૂંટણીના પરિણામો પર જરૂર અસર દેખાશે એમ જાગૃત મતદારોનું માનવું છે.હાલ તો ઉપરાછાપરી કાર્યક્રમોમાં જતી બસોના કારણે મુસાફરો અટવાઈ રહ્યા છે અને ખાનગી વાહનો મારફતે ગમે તે રીતે પોતાના ઘરે કે નોકરી ધંધે જાય છે ત્યારે સરકાર આ માટે યોગ્ય પગલાં લે એવી માંગ ઉઠી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




