તિલકવાડાના બંદરપુરામાં સ્ટ્રીટ લાઈટ નીચે ચાલતા જુગાર પર રેડમાં 22 હજારની રોકડ સાથે ચાર ઝડપાયા,બે ફરાર

0
45

નર્મદા જિલ્લામાં પોલીસ ગમે તેટલી કડક થાય પરંતુ હજુ ખાનગી રાહે દારૂ જુગારનો વેપલો ચાલુજ છે.

રાજપીપળા : નર્મદા પોલીસ વડા ભલે દારૂ જુગાર બંધ કરાવવા કડક પગલાં કે છતાં ખાનગી રાહે આ ધંધા ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમેજ છે જેમાં અમુક પોલીસ ખાતાના માણસોની સંડોવણી પણ હોવાનું જાણવા મળે છે ત્યારે શનિવારે પણ તિલકવાડાના બંદરપુરા ગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ચાલતા એક જુગાર પર પોલીસે રેડ કરતા જુગાર રમતા છ જુગારીયાઓ પૈકી ચાર પોલીસના હાથે જલાઈ ગયા અને બે ફરાર થતા શોધખોળ શરુ કરી છે ત્યારે પકડાયેલા જુગારીયાઓ પૈકી સુરેશ ચુનીલાલ ભીલ, રવિદાસ નટુભાઈ ભીલ, નરેન્દ્ર બચુભાઈ ભીલ અને બાબુ જમનાદાસ ભીલની અંગઝડતી માંથી પોલીસને રોકડા રૂપિયા 10,500/- તથા જુગારના દાવ પર મુકેલા રોકડા રૂપિયા 9,600/- અને બે મોબાઈલની કિંમત રૂપિયા 2,000/- મળી કુલ રૂપિયા 22,100/- સાથે ચારેયને પકડી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી ભાગેલા બે જુગારીયાઓ પૈકી મિયાંદઅલી મહમદઅલી સય્યદ અને યુસુફખા નામના જુગારીયાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY