જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ તેના ઓનલાઈન ખરીદી મંચોની નવી પેઢી રજૂ કરી

0
16

findmeacar.in ને ઉપયોગ માટે આસાન બહેતર વિશિષ્ટતાઓ અને નેવિગેશન મળ્યાં
સુરત, તા.૧

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ તેનાં સફળ મંચો જેગુઆર માટે findmeacar.in અને લેન્ડ રોવર માટે findmeacar.in ની નવી પેઢી રજૂ કરવાની ઘોષણા કરી છે. મૂળભૂત રીતે ૨૦૧૬માં રજૂ કરવામાં આવેલાં બે અવ્વલ મંચોએ લક્ઝરી કાર ઉદ્યોગમાં ઓનલાઈન વાહન બુકિંગમાં નવો દાખલો બેસાડ્‌યો છે, જેને લીધે ગ્રાહકો કોઈ પણ સમયે ગમે ત્યાંથી ડિપોઝિટ ચૂકવીને નવાં અને મંજૂર વાહનો ઓનલાઈન બુક કરી શકે છે. તે એવા વિકલ્પો પણ આપે છે, જેના થકી ગ્રાહકો ક્વોટેશન મગાવી શકે અને ટેસ્ટ ડ્રાઈવ પણ બુક કરી શકે છે.
નવી પેઢી ઊભરી આવવા સાથે આ મંચો હવે સ્થિતિસ્થાપક નેવિગેશન ઓફર કરે છે, જે મહિનાનાં પેકેજ અને વિશેષ ઓફર્સ હાઈલાઈટ્‌સ કરતા આસાન સ્વાઈપ કેરોઝલ સાથે સાફ અને વધુ ગતિશીલ હોમપેજ છે. ગ્રાહકો ફિલ્ટર્સના પ્રકારમાંથી તેમનાં વાહનની પસંદગી કરી શકે છે, જેમાં મોડેલ, પ્રકાર અને એન્જિન, કિંમત, રંગ, ચોક્કસ સમયગાળામા વાહનની ઉપલબ્ધતા અને ઓફર્સનો પણ સમાવેશ થાય છે. તેઓ તૈયાર ડિલિવરી વાહન અપનાવવાનું પસંદ કરી શકે અથવા પછીની તારીખે ડિલિવરી માટે તેમની આવશ્યકતા અનુસાર ઓર્ડર પણ આપી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY