નાંદોદ તાલુકાના હજારો અરજદારો જ્યાં રોજ આવે છે એવા જનસેવા કેન્દ્રની બદતર હાલતમાં લોકોના દસ્તાવેજો સલામત નથી 

0
43

કરોડો રૂપિયાના ખર્ચે નવી મામલતદાર કચેરી ખુલ્લી મુકાઈ હોવા છતાં લોકોના અગત્યના દસ્તાવેજો જનસેવાના જૂના ભંગાર મકાનમાં ગમે ત્યાં ધૂળ ખાઈ રહ્યા છે 

સરકાર વિકાસ માટે કરોડોનો ધુમાડો કરે છે છતાં સ્થાનિક અધિકારીઓની આંખે પાટા બાંધ્યા હોય એમ કોઈજ ની પ્રગતિમાં રસ નથી

રાજપીપળા : નર્મદા જિાના વિકાસ માટે સરકાર ઘણા કાો કરે છે ભલે એમાં ભ્રટાચાર થયો હોય પણ વિકાસ તો થાયજ છે છતાં વિકાસના કામો થયા બાદ પાછું વળીને ન જોતા અમુક લાપરવાહ અધિકારીઓના કારણે પ્રજા અને નાના કર્મચારીઓ અટવાય છે ત્યારે રાજપીપળા ખાતે કરોડોના ખર્ચે નવી બનેલી મામલતદાર કચેરી માં સ્વછતા નો અભાવ હોવાનો અહેવાલ અમે ટૂંક સમય પહેલાજ પ્રસિદ્ધ કર્યો તેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં મામલતદાર હસ્તક જ આવતા જનસેવા કેન્દ્ર માં કે જ્યાં રોજના હજારો અરજદારો પોતાના દાખલ સહિતના દસ્તાવેજો માટે આવે છે તેની હાલત તદ્દન બદતર છે અને તેમાં અસ્ત વ્યસ્ત પડેલા દસ્તાવેજો તેમજ ગંદકીના કારણે મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ વધ્યો છે છતાં આ જનસેવા કેન્દ્ર ને નવા મકાનમાં કેમ હટાવવામાં આવતું નથી તે એક શંકાસ્પદ બાબત છે શું અલગ રખાયેલી જનસેવાની કચેરી કોઈના અંગત સ્વાર્થ માટે અલગ રાખી છે…? કેમ એને નવી બિલ્ડિંગમાં શિફ્ટ નથી કરાતી…? સરકારે કરોડોના ખર્ચે નવું મકાન બનાવી આપ્યું હોય ત્યારે લોકોના દસ્તાવેજો અને સ્ટાફ તેમજ અરજદારો ની સલામતી માટે પણ જનસેવા કેન્દ્ર નું કામકાજ નવા મકાન માં ક્યારે ખસેડાસે એ નાતે હજુ કોઈ ઉદ્ધઘાટન બાકી છે…? જિલ્લા કલેક્ટર જનસેવાની હાલત પર નજર મારશે તો ત્યાં સ્વછતાનું નામોનિશાન નહિ મળે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY