સુરત જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી પલસાણાના એના ગામે કરાશે

0
7

સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓને સમ્માનિત કરાશે
સુરત, તા. ૧૧

સુરત જિલ્લામાં આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ પલસાણા તાલુકાના એના ગામે પ્રજાસત્તાક પર્વની થનારી જિલ્લાકક્ષાની ઉજવણીના પૂર્વ આયોજનના ભાગરૂપે આજે નિવાસ અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સમાખંડમાં બેઠક યોજાઈ હતી.
આજે યોજાયેલી બેઠકમાં ચર્ચા થયા તા.૨૬ મીએ સવારે ૯=૦૦ કલાકે પલસાણા તાલુકાના એના ગામે મહાનુભાવના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ દળ, એનસીસી, ગૃહ રક્ષક દળ વગેરે જેવી વિવિધ પ્લાટૂનોની પરેડ અને માર્ચ-પાસ્ટ પણ યોજાશે.
પલસાણા ખાતે યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહ સહિત જિલ્લાકક્ષાની આ ઉજવણીના ઉપલક્ષમાં તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, સર્કલોને રોશનીથી શણગારવામાં આવશે.
આ જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં શિક્ષણ, ડી.આર.ડી.એ., આરોગ્ય, સુરક્ષા, વન વિભાગ, મહિલા અને બાળ પોષણ વગેરેના ટેબ્લોનું નિદર્શન, રમતવીરો તેમજ શિક્ષણક્ષેત્રે ગયા વર્ષમાં પ્રથમ આવેલા તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરી તેમણે પ્રોત્સાહિત કરાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગા તેમજ દેશ ભક્તિને આવરી લેતી વિવિધ કૃતિઓ નિદર્શનો કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓશ્રી, તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY