પટના,તા.૩૦
બિહારના ઔરંગાબાદમાં નક્સલી હુમલામાં ભાજપના નેતાની થયેલી હત્યા બાદ બિહારમાં નકસલવાદે ફરી માથુ ઉંચક્યું હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંજીએ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.
માંજીએ કહ્યું છે કે નક્સલવાદીઓ આપણા જ ભાઈ છે.બંદુકની અણીએ નક્સલવાદ ખતમ નહી થઈ શકે.સરકાર તરફથી કડક કાર્યવાહી થઈ રહી હોવા છતા નક્સલવાદી આંદોલન ચાલી રહ્યા છે.પણ એક ભાઈએ વિચારવુ પડશે કે બીજા ભાઈ કેમ બગાવત કરી રહ્યો છે.તેના મૂળમાં શું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



