નર્મદા બ્રેકીંગ…આદિવાસી અસરગ્રસ્તો લડાયક મૂડમાં.જુવો આ અહેવાલ 

0
65

કેવડિયા વિસ્થાપીતો દ્વારા ત્રીજી વખત માપણી કરવા આવેલ સરકારી કર્મચારીને ટોળાએ તગેડયા,મામલો ગરમાયો

રાજપીપળા : આજે ઉતરાયણના દિવસે પણ ફરી એકવાર કેવડિયા માપણી માટે ગયેલા કર્મચારીઓને સ્થાનિક આદિવાસી અસરગ્રસ્તોએ ગામમાંથી પાછા તગેડયા હતા અને માપણી કરતા અટકાવ્યા હતા. ત્યારે મામલો એટલો બધો ગરમાયો હતો જેમા ડી.વાય.એસ.પી ત્યાગી અને કલેકટરે ખુદ સ્થળ પર પહોંચવું પડ્યું હતું ત્યારબાદ લેક્ટર અને ડી.વાય.એસ.પી દ્વારા આદિવાસીઓને સમજાવામાં આવ્યા બાદ આવતીકાલે મઁગળવારે કલેક્ટર ઓફિસે બોલાવ્યા હતા પરંતુ આદિવાસી આગેવાન નરેન્દ્ર તડવીએ રાજપીપળા કલેકટર ઓફિસ પર આવવાની સ્પષ્ટ ના પાડતા કલેકટરને ખુદ આવતીકાલે કેવડિયા ખાતે આવવાનું કહ્યું હતું આમ અસરગ્રસ્તો હવે આ પાર કે પેલી પાર પણ સરકાર સાથે હવે લડાયક મૂડમાં હોય એમ લાગી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY