સુરત, તા. ૧૭
ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી અજાણ્યા તસ્કરે રોકડા રૂપિયા ૭૭,૫૦૦ની ચોરી કરી હતી. આ અંગે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા-સુરત રોડ ટાઈમ સ્કવેરમાં ઓફિસ નં. ૩૧૭, ૩૧૮ના બાથરૂમની જાળી તોડી અજાણ્યા તસ્કરે ઓફિસના ટેબલમાથી રોકડા રૂપિયા ૭૭,૫૦૦ની ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે નયનભાઈ વસંતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



