મહિલાઓને ૩૩% અનામત આપશે રાજસ્થાન સરકાર, રજૂ કરશે પ્રસ્તાવ

0
8

મહિલા આરક્ષણનું બિલ રાજ્યસભામાં અટકી પડ્યું છે ત્યારે
જયપુર,તા.૧૯
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકાર રાજસ્થાનમાં ૩૩ ટકા અનામતની બાજી ખેલવા જઇ રહી છે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ૩૩ ટકા સીટ મહિલાઓ માટે આરક્ષીત કરવા માટે મહિલા આરક્ષણ પ્રસ્તાવ વિધાનસભામાં લાવીને તેને પસાર કરશે. કેબિનેટની બેઠકમાં ગુરુવારે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓના ૩૩ ટકા અનામતના પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો. કેબિનેટમાં આ સંકલ્પ પર વિસ્તારથી ચર્ચા થઇ. હવે વિધાનસભાના હાલના સત્રમાં જ મહિલા અનામતના પ્રસ્તાવે પસાર કરવાની તૈયારી છે.
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા સીટ અનામત કરવા માટે લોકસભામાં બિલ પસાર કરી ચૂક્્યું છે. મહિલા આરક્ષણનું બિલ રાજ્યસભામાં અટકી પડ્યું છે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અવાર નવાર આ બિલ પર અભિયાન ચલાવતી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત મહિને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખી ૩૩ ટકા મહિલા અનામતનો પ્રસ્તાવ લોકસભામાં પસાર કરી કેન્દ્રને મોકલવાનું કહ્યું હતું.
પંજાબની કોંગ્રેસ સરકાર પ્રસ્તાવ પસાર કરી ચૂકી છે, કોંગ્રેસ હાઇકમાનના આદેશોને હવે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પણ અમલ કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ૩૩ ટકા મહિલા આરક્ષણનો પ્રસ્તાવ પસાર કરવા પાછળનું કારણ રાજકારણ પણ છે, કોંગ્રેસ રણનીતિકારોનું માનવું છે કે આ નિર્ણયથી મહિલાઓના મત પાર્ટીને મળી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY