ફિક્સ પગાર આધારિત પ્રાથમિક શિક્ષકોનો પ્રશ્ન હલ નહિ થાય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રીની રાજીનામાની ચીમકી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો મુદ્દે ઉદાસીનતા દાખવતું હોવાનો આક્ષેપ.
રાજપીપળા :ગુજરાત રા્યમાં હે સરકારી વિભાગોના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે છે.ફિક્સ પગારમાં કર્મચારીઓનું હમેશા શોષણ થતું હોવાના આેપો પણ ાગી રહ્યા છે.ગુજરાત આરોગ્ય વિભાગ અને આંગણવાડી કર્મચારીઓએ તથા શિક્ષકોએ સરકાર સામે આ મુદે આંદોલન પણ છેડયું છે.ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિકટ પ્રશ્નો મુદે સાગબારા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
બૉક્ષ: પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો હલ નહિ થાય તો હું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ : વિજય ગામીત
આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી અને સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિજય ગામીતે જણાવ્યું હતું કે અમે 1997થી આજદિન સુધીના ફિક્સ પગારે નિમણુંક પામેલા પ્રાથમિક શિક્ષકોની ફિક્સ પગાર સેવા સળંગ ગણી મળવા પાત્ર લાભો આપવા અમે સરકારને રજુઆત કરી છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના પ્રશ્નો મુદે ઉદાસીન વલણ અપનાવે છે એટલે જ અમારા પ્રશ્નો હલ થતા નથી.જો વહેલી તકે ફિક્સ પગાર આધારિત પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો હલ નહિ થાય તો હું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




