સોમનાથ મંદિરના ૧૫૦ કર્મચારીઓ માટે યુનિક ડ્રેસકોડ

0
5

સોમનાથ,તા.૨૧
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી તા. ૨૩-૨૪-૨૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર બાર જયોર્તિલિંગ ટ્રસ્ટી, પૂજારી, સંચાલક સમ્મીટ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્રિદિવસીય યોજાનારા આ મહોત્સવમાં ત્રણે ત્રણ દિવસના અલગ રંગના સુરવાલ અને ઝભ્ભા પરિધાન સજ્જ હશે.
આ મહોત્સવ દરમિયાન કાર્યરત ૧૫૦ કર્મચારીઓ માટે ત્રણેય દિવસનો પરિવેશ ગોંડલની જાણીતી સંસ્થાને બનાવવાની કામગીરી સોંપાઈ ગઈ છે. જેમાં સફેદ રંગની સુરવાલ સાથે પીળો કેસરી અને આછેરો લીલા રંગનો ગણવેશ માટે બધાના માપ લેવાઈ ગયા છે. જેનુ સીલાઈ કામ ધમધમી રહ્યું છે.
આ ડ્રેસ કોડ સંપૂર્ણ ખાદી, પરંપરાને અનુરૃપ, અને સ્વદેશી રોજગારી સાથે આવનાર મહેમાનો યાત્રિકોને દિવ્ય ભાસે એવો લૂક બનશે. પુજારી, પુજાચાર્ય, અને સહપુજારીઓ માટે આઈઆઈએફ ડી દ્વારા ફેશન ડીજાઇનથી બનેલા પીળા જભ્ભો, સફેદ ધોતી, અને ઉપવસ્ત્ર, સાથેનો ડ્રેસ કોડ કાર્યરત કરી દેવાયો છે. અને તેમાં પણ આ ભવ્ય પ્રસંગ, અને મંદિરના દરજ્જા અળખ માટે નવીતના લેવાય તેવી શકયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY