૮ વર્ષથી બંધ આઈડી કોલરનો પટ્ટો સિંહણના ગળામાંથી દૂર કરાયો

0
7

લીલીયા,તા.૨૧
જેના પર સિંહપ્રેમીઓને ગર્વ છે તે રાજમાતા સિંહણ હવે ગળામા લટકતા બિનજરૂરી ભારથી મુક્ત થઇ છે. ક્રાંકચ પંથકમા વસતુ ૪૦થી વધુ સાવજાનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્યું છે. તેના ગળામા ૧૧ વર્ષ પહેલા કોલર આઇડી લગાવાયો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં સિંહણના ગળામાંથી પટ્ટો દૂર કરાયો ન હતો. આખરે તાજેતરમા માંદગીના રેસ્ક્્યુ દરમિયાન આટલા વર્ષે રાજમાતાના ગળામાંથી આ ભાર દૂર કરાયો હતો.
જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજામા ક્રાંકચ પંથકના પ્રાઇડની એક અનોખી ઓળખ છે. તેવી જ રીતે ૪૦ સાવજાના આ પ્રાઇડમા રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે. કારણ કે ક્રાંકચ પંથકમા સૌપ્રથમ આ જ સિંહણ આવી હતી અને હાલમા અહીં વસતા તમામ સાવજા તેનો જ પરિવાર છે. આ સિંહણ ૧૮ વર્ષ કરતા પણ મોટી ઉંમરની છે અને પોતાની વૃદ્ધાવસ્થા ગાળી રહી છે. વર્ષ ૨૦૦૮માં સરકારના આદેશ મુજબ દહેરાદુનની સંસ્થા દ્વારા આ સિંહણના ગળામા રેડીયો કોલર પહેરાવાયો હતો. રેડીયો કોલરના કારણે સેટેલાઇટ મારફત આ સિંહણની મુવમેન્ટની સતત જાણકારી મળતી હતી.
ગીર પૂર્વના એસીએફ ગોજીયા સાથે ટેલીફોનિક વાતચીત થતા તેમણે રેડીયો કોલર સિંહણનો પટ્ટો છોડી નખાયો છે કે કેમ તે અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક આરએફઓ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્ટ જાવા મળતો નથી. જે તૂટી ગયો હોવાનું મનાય રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY