મુંબઈ,તા.૧૯
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે હું આજે પણ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનનો ફેન છું. આ બંને મારા માટે ભગવાન જેવા છે.
કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર (૨૦૧૨થી) અભિનય કારકિર્દી શરૃ કરનારા સિદ્ધાર્થને હજુ સુધી સુપરહિટ કહેવાય એવી એક્કે ફિલ્મ મળી નથી. સ્ટુડન્ટ આૅફ ધી યરના એના બંને સાથે કલાકારો વરુણ ધવન અને આલિયા ભટ્ટ અત્યારે એ લિસ્ટના કલાકારો ગણાય છે.
ઓડિયો શો ટેક ટુમાં અનુપમા અને રાજીવ સાથે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું,’હું દિલ્હીનો છું અને દિલ્હીના બધા યુવાનો અભિનેતા થવા માગે છે. એનો યશ સુપર સ્ટાર શાહરુખ ખાનને ઘટે છે. મારો આદર્શ પણ પહેલેથી શાહરુખ ખાન હતો અને આજે પણ હું એમનો ફેન છું. અંગત રીતે મને લાગે છે કે શાહરુખ ખાન કોમેડીનો ઉસ્તાદ છે. એના જેવી કોમેડી બહુ ઓછા કલાકારો કરે છે.’
અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું કે એક પણ વ્યક્તિ એવી દેખાડો જે અમિતાભ બચ્ચનની ચાહક નહીં હોય. હું તો એમની ફિલ્મો જાઇ જાઇને મોટો થયો છું અને સમજણો થયો ત્યારથી એમનો ફેન રહ્યો છું. શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન આ બે કલાકારો મારા માટે છેલ્લો શબ્દ છે. એ મારા ભગવાન છે એમ કહું તો ચાલે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






