માર્કેટના વેપારીને રૂ.૧૯.૯૭ લાખનો ચૂનો ચોપડી ઠગ પિતા-પુત્ર ફરાર

0
5

જશ માર્કેટના વેપારી પાસેથી યાર્ન ખરીદી બાપ-દિકરાની છેતરપિંડી
સુરત, તા.૧૪
જશ ટેક્ષ્ટાઈલ માર્કેટના એક વેપારી પાસે યાર્ન ખરીદી કરી નાણાં નહી ચૂકતે કરી ૧૯.૯૭ લાખનો વિશ્વાસઘાત કરી બે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના રોકડીયા ગામના વતની દિનેશભાઈ ભીમાણીની એક દુકાન જશ માર્કેટમાં આવેલી છે. હાલમાં વરાછા હીરાબાગ તપસીલ સોસાયટીમાં રહેતાં દિનેશ ભીમાણીને લોભ લાલચ આપી વાડી ફળીયા કોટશેરી ખાતે રહેતાં સંજય વસંતલાલ જરીવાળા તથા પિતા વસંતલાલ જરીવાળા વગેરેઓએ તેમની પાસેથી જથ્થાબંધ યાર્ન ખરીદી સમયસર નાણા ચૂકતે કરવાનું વચન આપ્યું હતું. દિનેશ પાસેથી ૬.૭૦ લાખ તથા તેના મિત્ર પાસેથી ૧૩.૨૭ લાખ મળી કુલ ૧૯.૯૭ લાખનું યાર્નની ખરીદી કરવામાં આવી હતી. થોડા સમય બાદ તેઅો પાસે નાણાંની ઉઘરાણી કરવામાં આવતા તેઓ મોબાઈલ ફોન બંધ કરી ૧૯.૯૭ લાખનો ચુનો ચોપડી ફરાર થઈ ગયા હતા. વેપારીએ પિતા પુત્ર સામે ફરિયાદ નોîધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોîધ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY