દેડીયાપાડા ખાતે જિલ્લા કલેક્ટર અને પાલિકા ખાતે પાલિકા પ્રમુખના હસ્તે થયેલું ધ્વજવંદન 

0
38

દેડિયાપાડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર નિનામા અને  રાજપીપળા નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ જિગીષાબેનના હસ્તે ધ્વજવંદન કરાયું 

દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક એનાયત

રાજપીપળા : રાષ્ટ્રના ૭૦ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. જયારે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપ્યા બાદ દેડિયાપાડા કહતે નિનામાએ અને રાજપીપળા પાલિકા ખાતે જિગીષાબેને દેશની આઝાદી બાબતે સંબોધન કર્યું હતું

જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના હસ્તે દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે પ્રાંત અધિકારી ડી.એન.ચૌધરીને રૂા. ૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. તદ્ઉપરાંત નિનામા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ખેલકુદ, સામાજીક વનીકરણ, વન સંરક્ષણ, આરોગ્ય,શિક્ષણ, બાગાયત, મહેસૂલ-કલેકટરાલય અને પોલીસ વિભાગમાં નોંધપાત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી કરી બહુમાન કરાયું હતું.

દેડિયાપાડા ખાતે પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસીંગ વસાવા, જિલ્લાના અગ્રણી અને ગુજરાત પ્રવાસન વિભાગના ડિરેકટર ગજેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા, દેડીયાપાડાના પ્રાંત અધિકારી ડી.એન.ચૌધરી સહિત જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિત અન્ય પદાધિકારીઓ, તાલુકા-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શાળાના બાળકો, નગરજનો-જિલ્લાવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.જયારે પાલિકા ખાતે ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યા સહીત પાલિકા સદસ્યો અને કર્મચારીઓ એ હાજર રહી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY