ગરુડેશ્વર ના ફૂલવાડી માં પરણિતા ને ત્રાસ આપતા પતિ અને એની માશુકા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ચાર વર્ષ પેહલા લગ્ન કરી મોટા આંબા થી ફૂલવાડી આવેલી પરણિતા ને એક એક દીકરી જન્મ્યા બાદ અન્ય સ્ત્રી સાથે લપટાયેલા પતિ એ ત્રા્રાસ આપતા પરણિતા એ પોલીસ ના દ્વાર ખખડાવ્યા.
શોભના નામની અન્ય સ્ત્રી ના પ્રેમ માં પાગલ બનેલા પતિ શૈલેશ ને ચાર વર્ષ બાદ પત્ની ન ગમતા અવાર નવાર ત્રાસ આપ્યા બાદ શૈલેશ ને લઈ હું અમેરિકા જતી રહેવાની શોભના દ્વારા ધમકીઓ મળતા આખરે પોલીસ ફરિયાદ .
રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના મોટા આંબા ગામની ઉષાબેન મહેન્દ્રભાઈ તડવી ના ચારેક વર્ષ પેહલા ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી ગમે રહેતા શૈલેષ રામાભાઈ તડવી સાથે લગ્ન થયા બાદ એક બાળકી ને જન્મ આપ્યા બાદ શૈલેશ વારંવાર પત્ની ઉષા ને તું મને ગમતી નથી માટે તારા બાપ ને ઘરે જતી રહે મારે શોભના ને ઘર માં લાવવી છે કહી ત્રાસ આપતો હોવાથી ફૂલવાડી માંજ રહેતી શોભના ને ઉષા કેહવા જતા શૈલેશ મારો છે હું એને લઈને અમેરિકા જતી રહીશ તેમ જણાવી શૈલેશ પરણિત હોવાનું જાણવા છતાં અને ઉષા સાથે તેના છૂટાછેડા થયા નથી એ પણ જાણવા છતાં શૈલેશ અને શોભના આજથી ચારેક વર્ષ પર ક્યાંક ભાગી જેઇ પતિ પત્ની તરીકે સાથે રહી બંને વચ્ચે અનયતિક સંબંધ રાખી એક બીજાને મદદગારી કરતા હોય માટે ઉષા ની ફરિયાદ ના આધારે મહિલા પોલીસ શૈલેશ અને શોભના સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



