સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના કડાકા સાથે બંધ, નિફ્ટી ૧૦૬૫૦ની નજીક

0
2

મુંબઈ,તા.૨૦
માર્કેટમાં કાલની તેજી છૂ થઈ ગઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાનો કડાકા સાથે બંધ થયો છે. આજના કારોબારમાં સેન્સેક્સે ૩૫,૭૩૨ના સ્તર પર દસ્તક આપી હતી. જ્યારે નિફ્ટી ૧૦,૭૪૧ સુધી પહોંચી હતી. નિફ્ટી ૧૦,૬૪૦ પોઈન્ટ પર આવી હતી તો સેન્સેક્સ ૩૫,૪૧૬ સુધી ગોથુ માર્યુ હતુ. અંતમાં નિફ્ટી ૧૦,૬૬૦ની નજીક બંધ રહી છે. અને સેન્સેક્સ ૩૫,૫૦૦ની નજીક બંધ થયો છે.
મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં વેચવાલી જાવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૧ ટકાનો ઘટાડા સાથે બંધ થયો છે જ્યારે નિફ્ટીના મિડકેપમાં ૧૦૦ ઈન્ડેક્સમાં ૧ ટકાનો કડાકો જાવા મળ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ૧ ટકાનો કડાકો બોલી બંધ રહ્યો છે.
બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૦૦ પોઈન્ટ એટલેકે ૦.૮ ટકાના ઘટાડા સાથે ૩૫,૪૭૪.૫ સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૦૭ પોઈન્ટ એટલેકે ૧ ટકાનો ઘટાડો નોંધાયો છે તેની સાથે ૧૦,૬૫૬ના સ્તર પર બંધ થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY