વલસાડ, તા.૩૦
વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેઇન તા.૩૦/૧/૧૯ થી તા.૧૩/૨/૧૯ દરમિયાન યોજાનાર છે. જે અંગેના સુચારા આયોજન અંગે જિલ્લા કલેકટર સી.આર. ખરસાણની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા રકતપત્તિ અધિકારીશ્રી દ્વારા પે્રઝેન્ટેશન દ્વારા જિલ્લાની રકતપિત્ત અંગેની માહિતી રજૂ કરી હતી. કલેકટર સી.અર. ખરસાણે સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેઇન વધુ અસરકારક બનાવવા જિલ્લાના તમામ તાલુકાઅોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રકતપિત્ત અંગે લોકોને જાણકારી આપવામાં આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.પી.દેસાઇ, ડૉ. રાજેશ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




