દીન દયાલ અંત્યોદય યોજના રાટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા તારીખ 1 થી 15 ફેબ્રુઆરી દરમિયાન શરુ થયેલી પખવાડિક ઉજવણીનો રાજપીપળા નગરપાલિકા ખાતે પ્રારંભ

રાજપીપળા : રાજપીપળા ખાતે શહેરી સમૃદ્ધિ ઉત્સવની પખવાડિક ઉજવણીના ભાગરૂપે શુક્રવારે એક કાર્યક્રમ અને રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારની 150 જેવી બહેનો એ ભાગ લઈ બહેનો માટેની યોજનાઓ અને અન્ય માહિતી મેળવી હતી જેમાં રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા,લીડ બેંકના મેનેજર,મહિલા અગ્રણી ભારતીબેન તડવી,પ્રહલાભાઇ પંચાલ અને પાલિકા કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં બેહનોએ હાજરી આપી,આ પ્રસંગે અમિત પંડ્યાએ મહિલાઓને મળતા લાભો અને ગૃહ ઉદ્યોગ બાબતેની વિસ્તૃત જાણકારી આપી હતી જયારે બેંક મેનેજરે આ યોજનામાં બેંક કેવી કેવી રીતે મહિલાઓને મદદરૂપ થઈ શકે એ જણાવી જરુરી તમામ મદદ કરવા જણાવ્યું હતું જયારે મહિલા અગ્રણી ભારતીબેને પણ કાર્યક્રમને લગતી જાણકારી આપી યોજનાની માહિતી આપી સરકારની આ યોજનાઓનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ આગળ વધે એમ જણાવ્યું હતું .નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનયુએલએમ મેનેજર નિશાબેન પરમાર અને ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ પાલિકા ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરાયું, આ રેલીનું અમિતભાઇ પંડ્યા અને ભારતીબેન તડવીએ પ્રસ્થાન કરાવ્યા બાદ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




