યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર,અનેક તર્ક વિતર્ક,તપાસ બાદ સત્ય હકીકત ભાર આવશે .
ડેડીયાપાડા ખૈડીપાડા ગંભીર ગુલાબસીંગ વસાવાએ એક મહિલાની છેડતી કરી હતી,બાદ આ મામલે મહિલાના પરિવારજનોએ એને સરપંચના ઘરે સમાધાન માટે બોલાવ્યો હતો.
રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક એવો કિસ્સો બન્યો કે એ હત્યા છે કે આત્મહત્યા એ અંગે શંકા ઉપજાવે છે.ડેડીયાપાડાના ખૈડીપાડા ગામના એક પરિીત યુવાને એક મિલાની છેડતી કરી.તો એ મહિલાના પરિવારજનોએ યુવાનને એના ઘરે જઈ માર્યો બાદ સરપંચના ઘરે સમાધાન માટે પણ બોલાવ્યો અને બીજે દિવસે એ યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી.આ મામલે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડેડીયાપાડા ખૈડીપાડા ગામે રહેતા 38 વર્ષીય ગંભીર ગુલાબસીંગ વસાવાએ પોતાના જ ગામની એક મહિલાની છેડતી કરી હતી.આ મામલે છેડતીનો ભોગ બનેલી એ મહિલા સહિત પરિવારજનો પૈકી અમરસીંગ વેસ્તા વસાવા તથા રાજેશ કાલીયા વસાવાએ ગંભીર ગુલાબસીંગ વસાવાના ઘરે આવી એને ગાલ ઉપર ત્રણ તમાચા માર્યા હતા અને ગામના સરપંચને ત્યાં સમાધાન માટે ભેગા થવાનું કહ્યું હતું.તો ગંભીરની પત્ની સોમીબેને બીજે દિવસે સવારે સમાધાન માટે ભેગા થવા પણ જણાવ્યું હતું,બાદ પતિ-પત્ની રાત્રે પોતાના ઘરે સુઈ ગયા હતા.તો બીજે દિવસે સવારે 8:00 વાગે ખૈડીપાડા ગામેથી દક્ષિણે ૧૬ કિમિ કાકરપાડા પશ્ચિમ વિસ્તાર માંથી ગંભીર વસાવાની લાશ મોહુડાના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી,આ બાબતની જાણ મરનાર ગંભીરની પત્ની સોમીબેને ડેડીયાપાડા પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





