નર્મદાનું પાણીમાં ઓક્સિજન નોર્મલ થતા હવે પીવા યોગ્ય : પાણી પુરવઠા બોર્ડ 

0
44

પાણી પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ટર પ્લાન્ટો શરૂ કરી દેવાયા : અધિકારીઓએ પહેલા પાણી પીધું પછી પ્લાન્ટ શરૂ કર્યો 

રાજપીપળા : નર્મદા ડેમ અને કેનાલનાં પાણીમાં સલ્ફાઇડ વધી જવાનાં કારણે પાણીમાં ગંધ આવતી હોય,તાત્કાલીક અસરથી ૧૩૮ ગામોને ફિલ્ટર વોટર પૂરૂ પાડતી બે યોજના બંધ કરીને તાત્કાલીક પાણીનાં નમુના મેળવીને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા હતા. બે દીવસ પહેલા જ પાણીનાં રીપોર્ટ આવતા નર્મદા કેનાલનાં પાણી આધારીત યોજનાઓ પૂન: શરૂ કરાઇ છે. હાલ તમામ 138 ગામોને પીવાનું પાણી પૂરૂ પાડવાનું પૂન: શરૂ કરાયુ છે. આ યોજનાઓ માટે નર્મદાની મુખ્ય કેનાલમાંથી રો વોટર મેળવીને પ્લાંટમાં સુધ્ધીકરણ કરાય છે અને ફટકડી નાંખ્યા બાદ યોગ્ય પ્રક્રીયાથી ક્લોરીનેશન પણ કરવામાં પણ આવે છે. અને પુરતી ખાતરી બાદ જ પાણી આપવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ પાણી પુરવઠા વિભાગે આગામી મહીના સુધી દરરોજ આ પાણીનાં સેમ્પલ મેળવીને ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે, કેનાલમાંથી પ્રોસેસીંગ પ્લાન્ટમાં પાણી લેતી વેળા જ પાણીમાં આવતી ગંધ પારખી જતા તાત્કાલીક અસરથી પાણી બંધ કરાયુ હતુ જેથી હવે દુધથી દાઝેલ પાણી પુરવઠા વિભાગ છાસ પણ ફુંકી ફુંકીને પિતા હોય તેમ વધુ કાળજી રખાઇ રહી છે.

સરદાર સરોવરના પાણીમાં દુષિત પદાર્થને કારણે જે માછલીઓ ના મોત થયા હતા જેને લઈને એમોનિયા અને સલ્ફાઇડ નું પ્રમાણ પાણીમાં વધ્યું હતું ાથે ઓ્સિજનની ાત્ર ઘટી હતી ત્યારે રાજ્યમાં પાણીના પ્રશ્ને હાહાકાર મચ્યો હતો, સરકાર પણ ભીંસમાં આવી હતી ત્યારે હવે આ જોખમ ટળ્યું છે નર્મદા બંધનતળાવ થી લઇ ઓ પેરામિટ, થી લઇ 66 પેરામીટર સુધીના પાણીને ટેસ્ટિંગ કરવામાં આવતા જિલ્લા પાણી પુરવઠા બોર્ડ ના આધિક્ષક ઈજનેર અનિલ ગર્ગ, સાથે ના.કા.ઈજનેર આર.વી.ઝા સાથેની સમગ્ર ટીમ કામે લાગી અને તમામ ટેસ્ટિંગ કરવામાં આવ્યું આ રિપોર્ટ નોર્મલ આવ્યો છે જેમાં બેક્ટેરિયા, એમોનિયા, સલ્ફાઇડ નું પ્રમાણ નહિવત જયારે ઓક્સિજન નોર્મલ થતા હવે પીવા યોગ્ય થઇ જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ટર પ્લાન્ટો શરૂ કરી દેવાયા અને પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓએ પહેલા પાણી પીધું પછી પ્લાન્ટ શરૂ કર્યો જેથી લોકોમાં પાણી પીવા અંગે કોઈ ડર ના રહે.

બોક્ષ : નર્મદાનું પાણી શુદ્ધ છે તેને પી શકાય તેમ છે તમામ ટેસ્ટો નોર્મલ આવ્યા છે જેથી કોઈએ ડરવું નહી ,પાણીનો બેકટરેલોજિકલ, ઓકસીલોજિકલ,સહિતના ટેસ્ટો નોર્મલ આવ્યા છે એ રિપોર્ટ બાદ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં કલોરીનેશન કરીને શુદ્ધ પાણી ગામોમાં પહોંચાડવામાં આવે છે જેથી ચિંતા કરવાની જરૂર નથી. >>> આર.વી.ઝા – નાયબ કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા વિભાગ,નર્મદા જિલ્લો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY