રાજપીપળા : પ્રધાનમંત્રી કિશાન સમ્માન નીધિ (PM-KISAN) યોજના હેઠળ નાના/સિમાંત ખેડૂત પરિવાર કે જેઓ હે.૨-૦૦-૦૦ ચો.મી. (ર હેક્ટર) થી ઓછી જમીન ધરાવતા હોય તેઓને સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવેલ છે તો જે ખેડૂત નર્મદા જિલ્લાના વિસ્તારમાં હે. ૨-૦૦-૦૦ ચો.મી. (૨ હેક્ટર) થી ઓછી જમીન ધરાવતા હોય તેઓએ બેન્ક પાસબુકની નકલ તથા આધારકાર્ડની નકલ તથા મોબાઇલ નંબરની વિગતો લઇ સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જો સંયુક્ત ખાતે જમીન ધરાવતા હોય તો તમામ ખાતેદારોએ રૂબરૂ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે સંબંધિત તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, નર્મદા (રાજપીપળા) તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




