રાપર,તા.૧૯
શિક્ષકોને સમાજમાં માન સન્માન સાથે ઊંચુ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ ક્યારેક શિક્ષકો જ પોતાના હીન કૃત્યોને કારણે આખા સમાજને શરમમાં મૂકતા હોય છે. કચ્છના રાપરમાં એક બનાવ સામે આવ્યો છે, જેમાં અતિ સભ્ય કહેવાતા શિક્ષકોના ગ્રુપમાં એક શિક્ષકે બીભત્સ વીડિયો મૂકી દેતા ખળભળાટ મચી ગયો હતો. શિક્ષકના આવા કૃત્યને કારણે ગ્રુપની મહિલા સભ્યો ક્ષોભમાં મૂકાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ‘મુખ્ય શિક્ષક પરિવાર, રાપર’ કરીને શિક્ષકોનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. આ ગ્રુપમાં શિક્ષણકાર્ય કે શૈક્ષણિક બાબતો અંગે માહિતી આપ-લે કરવામાં આવતી હોય છે. આ ગ્રુપમાં એક શિક્ષકે ભૂલથી કે જાણી જાઈને એક બીભત્સ વીડિયો પોસ્ટ કરી દીધો હતો.
શિક્ષકના આવા ‘પરાક્રમ’ બાદ ગ્રુપમાં મહિલા સભ્યોએ ખૂબ જ શરમમાં મૂકાવવું પડ્યું હતું. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ અમુક શિક્ષકો તો ગ્રુપ છોડીને ચાલ્યા ગયા હતા. જાકે, અમુક શિક્ષકોએ આવું કૃત્ય કરનાર શિક્ષકને વધુ વીડિયો મોકલવાનો પાનો પણ ચડાવ્યો હતો.
માહિતી પ્રમાણે વીડિયો અપલોડ કરનાર શિક્ષક રાપરની નાની રવ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આ અંગે શિક્ષણ વિભાગને ફરિયાદ કરતા વિભાગ તરફથી યોગ્ય તપાસ અને જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. વીડિયો પોસ્ટ થતાની સાથે જ અમુક શિક્ષકોએ પ્રતિક્રિયા આપતા, “સાહેબ આક્રમક મૂડમાં લાગે છે”, “ગજબ કહેવાય, ઘોર કળિયુગના એંધાણ”, “મુકાબલા”, “ડીલીટ થઈ ગયેલું શું હતું, ફરીથી મૂકો”, “આ ઠંડીમાં આવું કોણે મૂક્યું” વગેરે લખ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





