પાટણા ગામે ગટર લાઈનનું ખોદકામ કરતા પાણીની લાઈનો તૂટી  : પાંચ દિવસથી ગ્રામનોને પાણી માટે વલખા 

0
24

ગામમાં હેન્ડ પમ્પ ચાલતા નથી માટે ગ્રામપંચાયત કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે એવી માંગ 

રાજપીપળા : નાંદોદ તાલુકાના પાટણા ગામે છેલ્લા પાંચ દિવસથી પાણીની સમસ્યા વકરી રહી છે અને પાણીને કારણે લોકોની પરેશાની પણ વધી રહી છે. ત્યારે સરપંચ તાત્કાલિક ધોરણે પાણીની તકલીફ દૂર કરે તેવી માંગ ઉઠી છે.

પાટણા ગામના ગામના આગેવાન સુનિલ વસાવાએ જણાવ્યું હતું કે હાલ પાટણા ગામમાં ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ કામગીરી આડેધડ થતી હોય નીચે દબાયેલી પાણીની લાઈનો જોયા વિના કોન્ટ્રાકટર જેસીબી દ્વારા ખોદકામ કરી રહયા છે ત્યારે એક એક ફળિયાઓમાં ચાલતી કામગીરીમાં કેટલીય લાઈનો તોડી નાખી છે સાથે મુખ્ય પાણીની લાઈન પણ તોડી નાખી છે ત્યારે ગામમાં પીવા અને વાપરવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે .ત્યારે ગામમાં બીજો એક વિકલ્પ હેન્ડપંપ છે પરંતુ તે પણ બધા બંધ છે ત્યારે હાલ સત્તાધીશો કશુ કામ નથી કરી રહ્યા અને આજે પાંચ દિવસ વીતિ જવા છતાં પણ પાણીની લાઈનો જોઈન્ટ થઈ નથી તો તાત્કાલિક સરપંચ અને તલાટીને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માંગ છે.નહિ તો આંદોલન કરવું પડશે તેવી પણ ચીમકી ગ્રામજનો વતી સુનિલ વસાવા એ આપી હતી. 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY