નર્મદા જિલ્લામાં 5 દર્દીઓને સ્વાઇનફલુની અસર જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું.

0
31

રાજપીપળા સિવિલ હોસ્પિટલના એક તબીબ,જીતનગર નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની,વાવડી,વડિયા અને માંગરોલ મળી કુલ 5 લોકોને સ્વાઇનફલુની અસર,એ તમામ સહિત એમની સાથે રહેતા લોકોને જરૂરી દવા આપી આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લીધા,બે દર્દીઓને રજા અપાઈ જ્યારે 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ.

રાજપીપળા :હાલ ઠંડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે,થોડા દિવસ પેહલા ઠંડીમાં ઘટાડો થયો હતો.આમ વાતાવરણમાં પલટો આવતા નર્મદા જિલ્લાના લોકો વાયરલ ઇન્ફેકશનના શિકાર બન્યા છે.શરદી,ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયો છે.ત્યારે હાલ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં બે વાવડી ગામમાં 1,વડિયા ગામમાં 1 અને માંગરોલ ગામે 1 મળી કુલ 5 વ્યક્તિઓને સ્વાઈન ફલૂની અસર જણાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.નાંદોદ તાલુકાના સ્વાઈન ફ્લુના 5 દર્દીઓ બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગે આ રોગ વધુ ન ફેલાય એ માટે બેઠકોનો દોર ચાલુ કરી જરૂરી પગલાં ભરવાના ચાલુ કરી દીધા છે.

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે હાલમાં બે સ્વાઈનફ્લુના દર્દીઓ જોવા મળ્યા છે.જ્યારે અન્ય ગામોના 3 મળી કુલ 5 કેસ નોંધાયા છે.જેમાં ખાસ એ જોવા મળ્યું છે કે આ તમામ દર્દીઓમાં બે દર્દીઓ આરોગ્ય સાથે સંકળાયેલા છે,એક રાજપીપળા સિવિલ હોસ્પિટલના તબીબ પોતે છે અને બીજી દર્દી જીતનગર નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની છે.જોકે આ બન્નેને જરૂરી ારવાર આપી આરોય વિભાગે તકેદારીના પગલાં હાથ ધર્યા છે.

એક તરફ આરોગ્ય વિભાગ તત્કાલ પગલાં લઈ રોગ પર નિયંત્રણ લાવવા પ્રયાસ કરે છે પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જ્યાં સ્વાઈનફ્લુના દર્દીઓને દાખલ કરાય છે ત્યાં નજીકમાં જ પાણીના ખાબોચિયા અને ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળતા એમ લાગ્યું કે સ્વાઇનફલુ માટે દાખલ થયેલા દર્દીઓ અન્ય બીમારીનો ભોગ પણ બની શકે છે.માટે નર્મદા જીલ્લામાં સમ ખાવા પૂરતી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ખાસ કાળજી લેવાય એ માટે સત્તાધીશો પ્રયાસ કરે એ જરૂરી બન્યું છે.

બોક્ષ: અમે તાત્કાલિક તમામ જરૂરી પગલાં લીધા છે : ર્ડો.કશ્યપ (રોગ નિયંત્રણ અધિકારી )

નર્મદા આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી ર્ડો.કશ્યપે જણાવ્યું કે રાજપીપળા સિવિલ હોસ્પિટલના એક તબીબ અને નર્સિંગની એક સ્ટુડન્ટ,વવાડીમાં 1,વડિયામાં 1 અને માંગરોલ ગામમાં 1 મળી કુલ 5 વ્યક્તિઓ સ્વાઈનફ્લૂનો શિકાર બન્યા છે.પરંતુ આ તમામ દર્દીઓ અને એમની સાથે રહેતા બધાને જરૂરી દવા અને અન્ય તકેદારીનું અમે ધ્યાન આપ્યું છે.આ 5 દર્દીઓ માંથી 2 દર્દીઓને રજા અપાઈ છે જ્યારે બીજા 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.5 દર્દીઓ સિવાય જિલ્લામાં અન્ય કોઈને સ્વાઇનફલુ નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY